Get The App

કલોલમાં હથિયારો સાથે સોશિયલ મીડિયા પર રીલ બનાવનાર ૧૩ શખ્સોની ધરપકડ

Updated: Mar 21st, 2025

GS TEAM

Google News
Google News
કલોલમાં હથિયારો સાથે સોશિયલ મીડિયા પર રીલ બનાવનાર ૧૩ શખ્સોની ધરપકડ 1 - image

યુવાનોને રોફ જમાવવા સોશિયલ મીડિયા પર વીડિયો મુકવો ભારે પડયો

ડીજીપીના આદેશ બાદ ગાંધીનગર જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં ગુનેગારોઅસામાજિક તત્વો અને બુટલેગરો સામે કડક કાર્યવાહી

કલોલ :  કલોલ શહેર અને પંથકના બોરીસણા ગામમાં રહેતા તત્વોએ સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથે રીલ બનાવ્યા હતા અને આ રીલ સોશિયલ મીડિયા ઉપર મૂક્યા હતા તેના પગલે પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી પોલીસે આ અંગે કુલ ૧૩ લોકોની ધરપકડ કરી હતી  અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ શહેર અને પંથકમાં રહેતા યુવાનો દ્વારા સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથેના વિડીયો બનાવીને અપલોડ કરવામાં આવ્યા હતા જેના પગલે પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી પોલીસે આ બાબતે કુલ ૧૩ લોકોની ધરપકડ કરી હતી કલોલ તાલુકા પોલીસે બોરીસણાના સુનિલ જયંતીજી ઠાકોર તથા વિપુલ કરશનજી ઠાકોર અને પ્રવીણ બાદરજી ઠાકોર તથા ષિ ઇશ્વરભાઇ પ્રજાપતિ તથા જીગર ગોવિંદજી ઠાકોર અને મુકેશ રમેશજી ઠાકોર તથા આકાશ કરસનજી ઠાકોર અને કલ્પેશ જયંતીભાઈ રાવળને ઝડપી લીધા હતા. તેમજ શહેર પોલીસ એ પણ કાર્યવાહી કરી હતી અને ૈહજાચયચિસ ઉપર હથિયારો સાથેના વિડીયો અપલોડ કરનાર ગૌતમ અમૃતજી ઠાકોર તથા મનીષ મહેન્દ્રભાઈ ઠાકોર અને અજય નવીનભાઈ રાવળ તથા નયન રાજુસિંહ ઠાકોર તથા આકાશ ફુલાજી ઠાકોર ની ધરપકડ કરી હતી પોલીસે વિડીયો અપલોડ કરનાર તમામને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.