Gujarat

કામાતળાવ ગામે જુગારની બાજી માંડી બેઠેલા 13 ઇસમો ઝબ્બે

By GS TEAM
29 Jun 20251 min read
કામાતળાવ ગામે જુગારની બાજી માંડી બેઠેલા 13 ઇસમો ઝબ્બે

- દરોડા દરમિયાન 3 ઇસમો નાસી છૂટયા

- ધોલેરા પોલીસે રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂ. 97 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો

ભાવનગર : ધોલેરાનાં કામાતળાવ ગામે જુગારની બાજી માંડી બેઠેલા ૧૩ ઈસમોને ધોલેરા પોલીસે રૂ.૯૭ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે ત્રણ ઇસમો નાસી છૂટયા હતા.

ધોલેરા પોલીસને બાતમી મળી હતી કે, કામાતળાવ ગામે રહેતા ગોબર પરસોતમભાઈ બારૈયાના ઘર બહાર આવેલી ઓસરીમાં જુગાર રમાઈ રહ્યો છે.પોલીસે દરોડો પાડી જુગારની બાજી માંડી બેસેલા મુન્ના હરજીભાઈ જાદવ, વિનોદ ધારશીભાઈ બારૈયા, મુકેશ પ્રેમજીભાઈ બારૈયા, દિનેશ બચુભાઈ સોલંકી, ઘનશ્યામ ભલાભાઈ બારૈયા, વિજય વસંતભાઈ બારૈયા, ઘનશ્યામ કાનજીભાઈ બારૈયા, બુધા સવાભાઈ બારૈયા, રમેશ હઠીભાઈ બારૈયા, ગોબર પરષોતમભાઈ બારૈયા, અશોક ભુપતભાઈ બારૈયા, ભીમા ગભરૂભાઈ ઝાપડીયા તથા રાહુલ મુન્નાભાઈ મીતલીયાને પટમાં પડેલા રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી કુલ રૂ.૯૭,૮૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે દરોડા દરમિયાન જયેશ ભગવાનભાઈ વસાણી, અરવિંદ ધુડાભાઈ બારૈયા તથા સંજય ઉર્ફે ચીટર પ્રતાપભાઈ બારૈયા ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ફરાર ત્રણ સહિત ૧૬ ઇસમો વિરૂદ્ધ જુગારધારાની કલમ અન્વયે ધોલેરા પોલીસ  માં ગુનો નોંધાવ્યો હતો.