Gujarat

જામનગર પાલિકામાં 14 માંથી 13 મિલકત ધારકએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ

By GS TEAM
21 Mar 20261 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરપાઈ નહિ કરનારની મિલકતો જપ્ત કરી તેની હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરતા જ 14 માંથી 13 મિલકત ધારક દ્વારા વેરો ભરપાઇ કરી આપવામાં આવતા હાલ હરરાજીની પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પાલિકામાં 14 માંથી 13 મિલકત ધારકએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરપાઈ નહિ કરનારની મિલકતો જપ્ત કરી તેની હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરતા જ 14 માંથી 13 મિલકત ધારક દ્વારા વેરો ભરપાઇ કરી આપવામાં આવતા હાલ હરરાજીની પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા કુલ - 14 મિલકતોની તા.23/03/2026નાં જાહેર હરાજી કરવા માટે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી  હતી.

પરંતુ તા.12/03/2026 ના રોજ આ 14 બાકીદારો પૈકી 13 બાકીદારો દ્વારા બાકી વેરાની રકમ ભરપાઈ કરી આપેલ હોય બાકી રહેતી 1 મિલકતની હરાજી હવે પછી બીજી મિલકતોની જાહેર હરાજી કરવામાં આવશે ત્યારે આ મિલકતોની હરાજી કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. આથી તા.23/03/2026ના રોજ રાખવામાં આવેલ જાહેર હરાજી રદ કરવામાં આવે છે. તેમ  જામનગર મહાનગરપાલિકાના આસી કમિશનર (ટેક્ષ) ની યાદીમાં જણાવાયું છે.