Gujarat

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી, અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

By GS TEAM
17 Jun 20251 min read
TukuTouch Logo
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. જેમાં રમેશ મીણાને પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ નબાવાયા છે. મીલિંદ તોરવણેની પંચાયત સચિવ તરીકે નિમણૂક કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી, અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

IAS Transfer: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 17 જૂન, 2025ના રોજ 13 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું.  આ બદલીઓમાં  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સાથે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ શિવરામ તોરવાણે, IAS (RR:GJ:2000) ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અન્ય મહત્ત્વપૂર્ણ ફેરફારોમાં રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશી, IAS (RR:GJ:2014)ને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર, IAS (RR:GJ:2016) મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા.