Gujarat

વડોદરામાં ગોરવાની ફાતિમા હાઈટ્સ નજીક અને ફતેગંજમાં બે સ્થળે જુગાર પર દરોડા, 13 પકડાયા

By GS TEAM
11 Jul 20251 min read
TukuTouch Logo
વડોદરાના પોલીસે ગઈકાલે જુદી જુદી બે જગ્યાએ દરોડા પાડી જુગાર રમતા 13 જણાને ઝડપી પાડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ગોરવાની ફાતિમા હાઈટ્સ નજીક અને ફતેગંજમાં બે સ્થળે જુગાર પર દરોડા, 13 પકડાયા

Vadodara Gambling Raid : વડોદરાના પોલીસે ગઈકાલે જુદી જુદી બે જગ્યાએ દરોડા પાડી જુગાર રમતા 13 જણાને ઝડપી પાડ્યા હતા. 

ગોરવા વિસ્તારમાં ફાતિમા હાઈટ્સ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતો હોવાની વિગતોને પગલે ગોરવા પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી હતી. પરંતુ જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા ન હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને 10 મોબાઈલ મળી રૂ.1.19 લાખની મતા કબજે કરી હતી.

આવી જ રીતે ફતેગંજ પોલીસે ગણપતિ ચોકડી જોગણી માતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જણાને ઝડપી પાડી રૂ.10 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી હતી.