Gujarat

ગોરવાના ઓપન બારના પ્રકરણમાં જવાહરનગર પોલીસની ભૂમિકા ચર્ચામાં,13 આરોપી જેલભેગા

By GS TEAM
21 Mar 20261 min read
ગોરવાના ઓપન બારના પ્રકરણમાં જવાહરનગર પોલીસની ભૂમિકા ચર્ચામાં,13 આરોપી જેલભેગા

વડોદરાઃ ગોરવા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૃના બારના પ્રકરણની તપાસ છાણી પોલીસને સોંપાતા આ ગુનામાં સંગઠિત અપરાધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

ગંગાનગરના શ્રી હરી કોમ્પ્લેક્સની દુકાનમાં ખુલ્લેઆમ ચાલતા બારમાં ચાખણા સાથે દારૃ પીરસવામાં આવતો હોવાની છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાની નોંધ ગાંધીગરના સ્ટેટ મોનિટરિંગ સેલે લઇ દરોડો પાડતાં બારનો સંચાલક કિરણ પરમાર અને તેના સાગરીત મહેશ ઠક્કર સહિત ૧૩ જણા પકડાઇ ગયા હતા.જ્યારે,૧૦લાખના દારૃ અને વાહનો સહિત ૨૯ લાખની મતા કબજે લેવાઇ હતી

જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં બનેલા આ ગુનાની તપાસ છાણીના પીઆઇ આર એલ પ્રજાપતિને સોંપવામાં આવી છે.પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માગતા ચૂકાદો આવે ત્યાં સુધી આરોપીઓને જ્યુ.કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.આ ઉપરાંત ફરાર ભાવેશ પટેલ તેમજ સપ્લયાર દેવનાથ બાબુ સહિતના આરોપીઓની શોધ ચાલી રહી છે.