Gujarat

વાપીથી વાહનની બેટરીના પાણીની આડમાં 1248 બોટલ દારૂ મંગાવ્યો

By GS TEAM
13 Feb 20261 min read
વાપીથી વાહનની બેટરીના પાણીની આડમાં 1248 બોટલ દારૂ મંગાવ્યો

મોરબીમાં બાતમીના આધારે પોલીસની સફળ વોચ

ખાનગી ટ્રાવેલ્સમાંથી પાર્સલ મેળવી રીક્ષામાં લઇ જતી વખતે પોલીસ ત્રાટકી, રૂા.૪.૫૭ લાખનો મુદામાલ કબજે

મોરબી: દારૂના ધંધાર્થીઓ હેરાફેરી માટે નીતનવા કીમિયા અજમાવતા રહે છે, ત્યારે આજે વાપીથી ખાનગી બસમાં વાહનની બેટરીના પાણીના પાર્સલની આડમાં ૧૨૪૮ બોટલ દારૂ મંગાવ્યો હતો, જે પાર્સલ બસમાંથી લઈને લોડીંગ રીક્ષામાં લઈને જતી વખતે પોલીસે એક ઈસમને રૂા.૪.૫૭ લાખના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, એ દરમિયાન બાતમી મળી હતી કે વાપીથી મોરબી આવતી ખાનગી ટ્રાવેલ્સમાં બેટરીના પાણીની આડમાં પેકિંગ કરેલા પાર્સલના બોક્ષમાં ઈંગ્લીશ દારૂ મંગાવી તૌફીક મહેબુબ બુખારી (રહે. ખાટકીવાસ) લઇ જવાનો છે. જે બાતમી મળતા પોલીસ ટીમે વોચ ગોઠવીને લાતી પ્લોટના નાકેથી લોડીંગ રીક્ષા ઝડપી લીધી હતી. 

જે રીક્ષાની તલાસી લેતા દશમાંથી ત્રણ બોક્ષમાં બેટરીના પાણીની બોટલ નંગ ૧૮ અને અન્ય સાત બોક્ષમાં દારૂની બોટલો મળી આવી હતી. અલગ અલગ બ્રાન્ડની દારૂની રૂા. ૪,૦૫,૬૦૦ની કિંમતની ૧૨૪૮ બોટલ મળી આવતા કુલ રૂા. ૪,૫૭,૪૦૦નો મુદામાલ જપ્ત કરી આરોપી તૌફીક મહેબુબ બુખારીને ઝડપી લીધો હતો. જેની પુછતાછમાં અન્ય આરોપી સાહિલ હનીફ પરમાર (રહે. રાજકોટ)નું નામ ખુલતા વધુ તપાસ ચલાવી હતી.