Get The App

સલામત એસટીમાં દારૂની હેરાફેરી!: જૂનાગઢમાં ઉનાથી પોરબંદર જતી બસમાંથી 122 બોટલ મળી

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
સલામત એસટીમાં દારૂની હેરાફેરી!: જૂનાગઢમાં ઉનાથી પોરબંદર જતી બસમાંથી 122 બોટલ મળી 1 - image


Liquor Bottles Found In ST Bus In Junagadh : ગુજરાતમાં અનેક સ્થળોએ દારૂ અને ડ્રગ્સ ઝડપાતા હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે જૂનાગઢમાં ઉનાથી પોરબંદર જતી GSRTC બસમાંથી 122 દારૂની બોટલ ઝડપાઈ છે. સલામત એસટીમાં દારૂની હેરાફેરી મામલે પોલીસે બાતમીના આધારે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં શીલ પોલીસને બસમાંથી દારૂની બોટલ મળી આવતાં, આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

જૂનાગઢમાં ઉનાથી પોરબંદર જતી એસટી બસમાંથી 122 દારૂની બોટલ મળી

મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં શીલ પોલીસને બાતમી મળી હતી કે, એસટી બસમાં દારૂની હેરાફેરી કરવામાં આવે છે. આ મામલે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસને ઉનાથી પોરબંદર જતી એસટી બસમાં એક બેગમાંથી 122 દારૂની બોટલ મળી આવી હતી. 

આ પણ વાંચો: સુરતમાં ફળિયામાં રમતા 2 વર્ષના માસૂમનું સાપે ડંખ મારતા મોત, ગામલોકોએ 6 ફૂટ લાંબા ક્રોબાનું રેસ્ક્યુ

સમગ્ર મામલે પોલીસે કંડકટર અને ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. જોકે, બસમાં દારૂ ભરેલી બેગ કોની છે અને કોણ રાખી ગયું તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.