સિવિલના 108 ઇમરજન્સી સેવાના 120 વોરિયર્સ રજા વીના 24 કલાક ફરજ બજાવે છે
મહત્તમ સ્ટાફ ચાર મહિનાથી પરિવારથી દુરઃ અત્યારસુધી માત્ર એક કર્મચારી કોરોના પોઝિટિવ થયા બાદ સાજો થઇ ફરજ પર જોડાઇ ગયો
સુરત તા.20.જુલાઇ.2020 સોમવાર
સુરતમાં
માર્ચ મહિનામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારથી નવી સિવિલ હોસ્પિટલમાં 108 ઈમરજન્સી હેલ્પલાઈનની
ટીમના 120 કર્મયોગીઓ 24 કલાક ફરજ પર તૈનાત
છે. કોરોના દર્દીઓને સારવાર માટે કોવિડ-19 હોસ્પિટલમાં લઇ આવવાની
કામગીરી કરી રહ્યા છે. ચાર મહિનાથી પરિવારથી દુર રહેલા આ કર્મચારીઓ સાચા અર્થમાં કોરોના
યોદ્ધા બન્યા છે.
સુરત 108ના હેડ રોશનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે 'સુરતમાં કોરોના સંક્રમણના પ્રારંભથી જ અમારી 108 ઈમરજન્સી સેવાના 120 કર્મીઓએ અત્યાર સુધી એક પણ દિવસની રજા લીધી નથી. 24 કલાક ફરજ બજાવી રહયા છે. કુલ 28 એમ્બ્યુલન્સ છે જેમાંથી 15 એમ્બ્યુલન્સ કોવિડ-19 ની સેવામાં તૈનાત છે. શરૃઆતમાં કોરોના દર્દીને લાવવા લઈ જવામાં સ્ટાફના સભ્યોને ડર જરૃર લાગતો હતો. પરંતુ કોઈ પણ વિકટ સ્થિતિમાં ફરજને પ્રાધાન્ય આપવું એ અમારી ફરજ છે.
કર્મચારીઓ પી.પી.ઈ. કીટ પહેરવા સાથે તમામ સલામતીના પગલાંઓને અનુસરી કોરોના દર્દીને લેવા સુરતના વિવિધ વિસ્તારમાં પહોંચે છે અને વિના વિલંબે દર્દીને હોસ્પિટલાઇઝ કરે છે. સ્ટાફને 'વિટામિન ડી' ની દવાનું સેવન કરાવાય છે. જ્યાં સુધી સુરત કોરોનામુક્ત નહીં થાય ત્યાં સુધી અમે અમારી ફરજ આજ પ્રમાણે નિભાવીશું. અત્યાર સુધીમાં સુરતમાં માત્ર ૧૦૮ના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બાદમાં તે સાજા થઇ ગયા બાદ ફરી ફરજ પર જોડાઇ ગયો હતો.
પરિવાર ફોન પર પુછે છે, બેટા ક્યારે ઘરે આવવાની ? ત્યારે એટલું જ કહું છું, હમણા નહી પણ જલ્દી આવીશઃ રાધિકાબેન
૧૦૮ની
ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન અને મૂળ સૌરાષ્ટ્રના વતની રાધિકાબેને કહ્યું કે, મારો પરિવાર નવસારી
રહે છે. ૪ વર્ષથી ફરજ બજાવું છું અને કોરોનાની મહામારીમં ઇમરજન્સી મેડિકલ
ટેકનીશીયનની ફરજ સોંપાયેલી છે. પરિવારને સંક્રમણ ન લાગે તે માટે ૪ મહિનાથી સુરતમાં
જ રહું છું. પરિવારનો રોજ ફોન આવે છે અને પુછે છે કે, બેટા
ઘરે ક્યારે આવવાની ? ત્યારે બસ એટલું જ કહું છું કે, અત્યારે નહી પણ જલદી આવ જઇશ.
અમે
દર્દીના ઘરે તેમને લેવા જઈએ છીએ ત્યારે પરિવાર ઊંડી ચિંતામાં ડૂબેલો હોય છે, આવી સ્થિતિમાં એમને
સધિયારો અને આશ્વાસન આપીને ચિંતા ન કરવા જણાવીએ છીએ. આટલા દિવસોમાં મોટી ઉંમરના
ઘણાં દર્દીઓને આંસુ સારતા અમે જોયા છે. જેથી કોરોનાને ગંભીરતાથી લઈ જરૃરી કામ માટે
જ ઘરની બહાર નીકળવા અને સાવચેતી, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન
કરવા તમામ લોકોને અપીલ કરું છું.
સિવિલમાં લાવ્યાં બાદ એમ્બ્યુલન્સને ખુબ જ કાળજીપૂર્વક સેનિટાઈઝેશન કરૃં છું ઃ જીજ્ઞોશભાઇ
૧૦૮
સેવાની એમ્બ્યુલન્સમાં સેનેટાઇઝેશન અને મેઇન્ટેનન્સનું કામ કરતા ફિલિટ પાયલોટ
જિજ્ઞોશભાઈ રોહિતે કહ્યું કે,
કોરોના દર્દીને સિવિલમાં લાવ્યાં બાદ એમ્બ્યુલન્સને ખુબ જ
કાળજીપૂર્વક સેનિટાઈઝેશન કરૃં છું. જેથી કોઈ અન્યમાં સંક્રમણ ન ફેલાય. આ સિવાય દરેક એમ્બ્યુલન્સને
દિવસમાં બે વાર સેનિટાઈઝેશન કરાય છે. ઇમરજન્સી ૧૦૮ ની એમ્બ્યુલન્સ સાથે સ્ટાફની
સેવા હાલની કોરોના મહામારીમાં ખૂબ જ વધી છે. તેમ છતાં કર્મને જ સેવા માની પોતાની
મુશ્કેલી નજર અંદાજ કરી દર્દીને સમયસર સારવાર મળે તે માટે તમામ યોગદાન આપી રહ્યા
છે.
કોરોના પોઝિટિવ દર્દીઓને તેમના ઘરેથી સિવિલ લાવે છે
કોરોના
પોઝિટિવ દદીઓને ઘરેથી લાવવાની જવાબદારી સંભાળતા ૧૦૮ના પાયલોટ કલ્પેશ રબારીએ કહ્યું
કે, દર્દીને લેવા જતાં સમયે સરકારની
ગાઈડલાઈન મુજબ પી.પી.ઈ.કીટ પહેરીને તેમજ અન્ય સલામતીના પગલાં સાથે લેવાય છે. હેડ
ઓફિસથી ફોન આવે એટલે તરત જ દર્દીનો સંપર્ક કરી હોસ્પિટલ સુધી પહોંચાડી દઇએ છીએ.
.
.