Get The App

વડોદરામાં વાવાઝોડાને લીધે કમાટીબાગના પ્રાણીસંગ્રહાલયમાં 12 વૃક્ષો પડી ગયા

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં વાવાઝોડાને લીધે કમાટીબાગના પ્રાણીસંગ્રહાલયમાં 12 વૃક્ષો પડી ગયા 1 - image


Vadodara Kamati Baug Zoo : વડોદરામાં સોમવારની મોડી સાંજે 80 કીમીની ઝડપે જોરદાર વાવાઝોડું ત્રાટક્યું હતું. જેના લીધે શહેરમાં 200 વૃક્ષો પડી ગયા હતા. કમાટીબાગ ખાતે આવેલા પ્રાણીસંગ્રહાલયમાં પણ 12 વૃક્ષો પડ્યા હતા. જોકે આના કારણે પશુ પંખીઓને કશું નુકસાન થયું નથી.

વડોદરામાં સાંજે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પ્રાણીસંગ્રહાલય બંધ થઈ ગયું હતું. મુલાકાતીઓ પણ હતા નહીં. પંખીઓ પિંજરામાં ભરાઈ ગયા હતા. જ્યારે મોટા જાનવરો નાઈટ હાઉસની અંદર જતા રહ્યા હતા. જે 12 વૃક્ષ પડ્યા છે તે પિંજરાઓની પાછળ અથવા આગળના ભાગે પડ્યા હોવાથી પશુ પંખીઓને કોઈ નુકસાન થયું નથી. પક્ષીઘર, વાઘ ખાનું વગેરે વિસ્તારમાં ઝાડ પડ્યા હતા. આજે સવારે પડી ગયેલા ઝાડ કટીંગ કરી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગયા વર્ષે પણ 13 મેના રોજ 80 કીમીની સ્પીડે વાવાઝોડું ત્યારે પણ પ્રાણીસંગ્રહાલયમાં કેટલાક વૃક્ષો પડી ગયા હતા. કમાટીબાગના ઘણા લાંબા સમયથી બંધ રહેલા જર્જરિત બ્રિજ પાસે પણ તોતિંગ વૃક્ષ પડી જતા તેને હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.

Tags :