તું પાકિસ્તાનનો માણસ છે.. તેવી ટકોર બાદ મારામારીના બનાવમાં સ્ટોર સંચાલક સહિત 12 પકડાયા
Vadodara Police : વડોદરાના સુભાનપુરા બંસલ સ્ટોરમાં બે દિવસ પહેલા પાકિસ્તાનનો માણસ છે. તેવી ટકોરથી થયેલી મારામારીના બનાવવામાં પોલીસે કુલ 12 જણાની ધરપકડ કરી છે.
સુભાનપુરાના બંસલ સ્ટોરમાં ખરીદી માટે ગયેલા પ્રવિણસિંહ પઢિયારે પોલીસને કહ્યું છે કે હું ખરીદી કરતો હતો ત્યારે સ્ટોરના સંચાલક મહેશ અગ્રવાલએ તું પાકિસ્તાનની મેચ જુએ છે તેમ પૂછ્યું હતું. જેથી મેં હા કહેતા તેણે અને બે ભત્રીજાએ મને મારો માર્યો હતો.
સામે પક્ષે મહેશ અગ્રવાલે પોલીસને કહ્યું છે કે, મારા ભત્રીજાએ પ્રવિણસિંહ પાસે રૂપિયાની ઉઘરાણી કરતા તેણે 10 થી 15 જેટલા માણસો બોલાવી મને અને મારા ભત્રીજા અને માર માર્યો હતો. જેથી ગોરવા પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદો નોંધી કુલ 12 જણાની ધરપકડ કરી છે.