Gujarat

જામનગરના ખિલોસ ગામમાંથી 12 જેટલા ગૌવંશને વાહનમાં ભરીને માળીયા કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું

By GS TEAM
26 Sep 20251 min read
TukuTouch Logo
પંચકોષી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે મોડી રાત્રે વોચ ગોઠવી એક કસાઈ શખ્સને ઝડપી લીધો : અન્ય બેને ફરાર જાહેર કરાયા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ખિલોસ ગામમાંથી 12 જેટલા ગૌવંશને વાહનમાં ભરીને માળીયા કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું

Jamnagar : જામનગરના ગ્રામ્ય પંથકમાંથી નવરાત્રી જેવા તહેવારો દરમિયાન ગૌવંશના 12 જેટલા પશુઓ (ખૂંટિયા)ને એક વાહનમાંથી ખિચોખીચ ભરીને માળીયા તરફ કતલખાને લઈ જવાનું કારસ્તાન પ્રકાશમાં આવતાં ગૌપ્રેમીઓમાં કચવાટ જોવા મળ્યો છે. પોલીસે એક કસાઇ શખ્સને ઝડપી લીધો છે, જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને ફરાર જાહેર કરી મૂંગા પશુ અને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.

 જામનગરના પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ.એન. એમ.શેખ અને તેઓની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર તાલુકાના ખીલોસ ગામ અને આસપાસના વિસ્તારમાંથી ગૌવંશ પ્રજાતિના 12 જેટલા ખૂંટિયાઓને વાહનમાં ભરીને તેને કચ્છના માળિયા તરફ કતલખાને મોકલવામાં આવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેના આધારે ગઈકાલે મોડી રાત્રે પોલીસ વોચ ગોઠવી હતી. જે દરમિયાન ખિલોસ બસન પાસે એક આઇસર ટ્રક જે ને પસાર થતાં પોલીસ દ્વારા તેની તલાસી લેવામાં આવી હતી, જે તલાસી દરમિયાન મીની ટ્રકની અંદર બાર જેટલા પશુઓને પણ પ્રકારના ખોરાક પાણી આપ્યા વિના બાંધીને ભરવામાં આવ્યા હતા.

જેથી પોલીસે તમામ મૂંગા પશુઓને નીચે ઉતારી લઇ  બચાવી લીધા હતા અને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. જ્યારે વાહનના ચાલક અનેક પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને તેની રહી છે આ પ્રકરણમાં મૂંગા પશુઓને ભરીને માળીયા પંથકમાં પહોંચાડવાના કારસ્તાનમાં અન્ય બે વ્યક્તિઓ સડોવાયેલી હોવાથી તે બંનેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.