જામનગર તાલુકાના જગા મેડી ગામ તથા ધ્રોલમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : 12 પત્તાપ્રેમી પકડાયા
Jamnagar Gambling Raid : જામનગર તાલુકાના જગામેડી ગામમાં તેમજ ધ્રોળ પંથકમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને 12 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો પ્રથમ દરોડો પંચકોશી એ. ડિવિઝન પોલીસે જામનગર તાલુકાના જગા મેડી ગામમાં પાડ્યો હતો. જ્યાં જાહેરમાં ગુંદાના ઝાડ નીચે બલ્બના અજવાળે ગંજીપાનાનો જુગાર રમી રહેલા દિલીપ થોભણભાઈ જાવીયા સહિત છ જુગારીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 5,380ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો બીજો દરોડો ધ્રોલમાં ખાટકીવાસ વિસ્તારમાં પાડ્યો હતો. ત્યાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલા નવાઝ ગફારભાઈ ચાવડા સહિત છ જુગારીઓની અટકાયત કરી લઈ તેવો પાસેથી રૂપિયા 91,950 ની માલમત્તા કબજે કરી છે.