વડોદરા જિલ્લામાં ૧૨ વિસ્તાર નો ડ્રોન ઝોન જાહેર કરાયા
૧૨માંથી ૧૦ રેડ અને બે યલો ઝોન
વડોદરા,વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટે તા.૧૨ જુલાઈ સુધીનું જાહેરનામું જારી કરીને જિલ્લામાં ૧૨ ક્રિટિકલ, સ્ટ્રેટેજિકલ ઈન્સ્ટોલેશનને રેડ અને યલો ઝોનમાં વિભાજિત કરી નો ડ્રોન ઝોન વિસ્તાર જાહેર કર્યા છે.
રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન, કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફટ અને પેરાગ્લાઈડર ઊડાડી શકાશે નહીં.
જે રેડ ઝોન જાહેર કર્યા છે તેમાં ગેઈલ-જીઆઈડીસી વાઘોડિયા, પાવરગ્રીડ - ખંધા - વાઘોડિયા, આસોજ સબસ્ટેશન, બ્લોક ઓઈલ ટર્મિનલ, આઈઓસીએલ- આસોજ, વ્હાઈટ ઓઈલ ટર્મિનલ આઈઓસીએલ - દુમાડ, એલપીજી ટર્મિનલ આઈઓસીએલ - દુમાડ, જીજીએસ- ઓએનજીસી - ડબકા અને તાજપુરા, પાલેજ પ્રોડક્ટ ફેસિલિટી - ઓએનજીસી - માકણ - કરજણ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ ટર્મિનલ પીલોલ, મંજુસર તથા યલો ઝોનમાં આજવા સરોવર અને નિમેટા વોટર પ્લાન્ટનો સમાવેશ થાય છે.