Get The App

આણંદ શહેરમાં બીજા દિવસે પણ 12 પશુને પાંજરે પુરાયા

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ શહેરમાં બીજા દિવસે પણ 12 પશુને પાંજરે પુરાયા 1 - image


- કરમસદ આણંદ મનપાની ટીમ દ્વારા

- ઈસ્માઈલનગર, સામરખા ચોકડી, બાકરોલ રોડ ઉપરથી પશુઓ પકડીને પાંજરાપોળમાં મોકલાયા

આણંદ : આણંદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. ત્યારે કરમસદ આણંદ મનપા પશુઓ પકડવાની ઝુંબેશના બીજા દિવસે ૧૨ પશુઓને પાંજરાપોળ મોકલી આપ્યા હતા.

કરમસદ- આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે આણંદ શહેરી વિસ્તારના ઈસ્માઈલનગર, સામરખા ચોકડી વિસ્તાર, બાકરોલ રોડ ઉપરથી ૧૨ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. 

શહેરના રસ્તાઓ ઉપર ફરતા પશુઓને કારણે લોકોને તકલીફ સહન કરવી પડી રહી છે. માટે પશુપાલકો પોતાના પશુઓને યોગ્ય જગ્યાએ રાખે તે જરૂરી બન્યું છે.

જાહેર રસ્તા પર પકડાયેલા પશુઓના માલિકો સામે કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરવામાં આવશે, તેમ મનપાએ જણાવ્યું છે.

Tags :