Gujarat

ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર

By GS TEAM
12 Jun 20261 min read
ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર

શિક્ષણ વિભાગ દ્વારા શાંતિમય પૂરક પરીક્ષાનો પ્રારંભ

ધો.૧૨ સા.પ્ર.માં ૧૧૯ અને વિ.પ્ર.માં ૭૧૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ભાવનગરબોર્ડની રેગ્યુલર પરીક્ષા બાદ પરિણામ સુધારવા પુરક પરીક્ષાનું આયોજન થતું હોય છે. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે ધો.૧૦માં ગણિત વિષયની પરીક્ષામાં ૪૯૨૧ માંથી ૧૧૯૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતાં. જે પરીક્ષાની ગંભીરતા ન હોવાનું દર્શાવે છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ફેબુ્ર.-માર્ચ અંતર્ગત રેગ્યુલર પરીક્ષા લેવાઇ ગયા બાદ આપેલ પરિણામમાં નાપાસ થયેલ વિષયોની પૂર્તતા માટે અને પરિણામ સુધારવા પુરક પરીક્ષા યોજાતી હોય છે જેમાં આજે પ્રથમ દિવસે ધો.૧૦માં ગણિત વિષયની પરીક્ષા ૧૮ કેન્દ્રો પર લેવાઇ હતી. જેમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતના કુલ ૪૯૨૧ વિદ્યાર્થીમાંથી ૩૭૩૦ હાજર રહ્યા તો ૧૧૯૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતાં. આમ પાસ થવાની બીજી તક પણ આ ગેરહાજર વિદ્યાર્થીઓએ ગુમાવી હતી. જ્યારે ધો.૧૨ સા.પ્ર.માં આંકડાશાસ્ત્ર વિષયમાં ૩૪૦ પૈકી ૨૯૭ વિદ્યાર્થી હાજર રહેલ અને ભૂગોળ વિષયમાં ૧૬૯ પૈકી ૧૧૯ વિદ્યાર્થી હાજર રહ્યા હતાં. આ ઉપરાંત ધો.૧૨ વિ.પ્ર.માં ભૌૈતિક વિજ્ઞાાન વિષયની પરીક્ષામાં ૮૫૬ વિદ્યાર્થી પૈકી ૭૧૪ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. આમ પુરક પરીક્ષાનો શાંતિમય માહોલમાં પ્રારંભ થયો હતો.