Gujarat

આણંદ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા લોકો સામે 115 કેસ, 2.52 કરોની વસૂલાત

By GS TEAM
15 Mar 20261 min read
આણંદ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા લોકો સામે 115 કેસ, 2.52 કરોની વસૂલાત

- જિલ્લામાં 7 મહિના દરમિયાન ખાણ- ખનીજ વિભાગની કાર્યવાહી 

- 88 ડમ્પર, 12 એકસ્વેટર મશીન, 6 યાત્રિક નાવડી સહિતનો રૂપિયા 16.60  કરોડનો મુદ્દામાલ જપ્ત 

આણંદ : આણંદ જિલ્લામાં સાત મહિના દરમિયાન ગેરકાયદે ખનન કરતા લોકો સામે ૧૧૫ કેસ કરીને ૨.૫૨ કરોડની વસૂલાત કરાઇ છે. જેમાં ૮૮ ડમ્પર, છ યાત્રિક નાવડી સહિત ૧૬.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 

આણંદ જિલ્લામાં મે ૨૦૨૫થી નવેમ્બર ૨૦૨૫ દરમિયાન ખાણ અને ખનીજ વિભાગે ખાનપુર, ખેરડા, અહીમા, સીલી પ્રતાપપુરા, રાજુપુરા, ઇસરવાડા, ઇન્દ્રણજ, વાસદ, વાણીયા કુવા, બોરસદ, સુંદલપુરા, વાસદ- ભેટાસી, ખોરવાડા અને લાલપુરા ગામોમાં ગેરકાયદે ખનન, સંગ્રહ, વહન અટકાવવા ટીમોએ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. 

ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા અકસ્માત તપાસ કરીને ૮૮ ડમ્પર, ૧૬ એકસ્વેટર મશીન, છ યાત્રિક નાવડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા હતો. બાદમાં ૧૧૫ કેસ કરીને ૨.૫૨ કરોડની વસૂલાત કરવામાં આવી છે. 

જિલ્લામાં ખનીજ પ્રભાવિત વિસ્તારોમાં ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસની કામગીરી યથાવત રહેશે. ગરકાયદે વહન, સંગ્રહ અને ખનની કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.