જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એક સાથે 11068 કેસોમાં થયું સમાધાન
Jamnagar Lok Adalat : જામનગર જિલ્લામાંમાં શનિવારે લોક અદાલત યોજાઈ હતી, અને સમગ્ર જિલ્લાની અદાલતોમાં સમાધાન માટે 21940 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં 11068 કેસોમાં સમાધાન થયું હતું, અને ફુલ 17 કરોડ 82 લાખનું સેટલમેન્ટ થયું છે.
નાલ્સાના એક્શન પ્લાન મુજબ જામનગર જિલ્લામાં શનિવાર તા.12.7.2025 અને શનિવારના રોજ લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાન માટે કૂલ 21940 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં પ્રિ-લીટીગેશનના 164000, લોક અદાલતના 1906 કેસ જ્યારે સ્પેશિયલ સીટીંગના 3634 નો સમાવેશ થાય છે.
જે પૈકી એકીસાથે 11068 કેસોમાં સમાધાન થયું હતું. જામનગર જિલ્લાની કુલ તમામ લોક અદાલતોમાં રૂબરૂ કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફુલ 17,82,825.93 રૂપિયાના સેટલમેન્ટ થયા હતા.