માંડલ ગામની સીમમાંથી જુગાર રમતા 11 શકુની ઝડપાયા
- એલસીબીના દરોડાથી સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ
- રોકડ, મોબાઇલ સહિત 65 હજારનો મુદ્દામાલ જપ્ત, દસાડાના 10, માંડલના એક શખ્સ સામે ગુના
ધોળકા : અમદાવાદ તાલુકાના માંડલ ગામની સીમમાં એલીસીબીએ દરોડો પાડી જુગારની બાજી માંડી બેઠેલા દસાડા પંથકના દસ અને માંડલ પંથકના એક શખ્સ સહિત ૧૧ શકુની ઝડપાયા હતા. રોકડ, મોબાઇલ સહિત ૬૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીના દરોડાથી સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે.
અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે માંડલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માંડલ ગામની સીમમાં આવેલા ઓકળાની બાજુમાં આવેલા બાવળની ઝાડીમાં બાતમીના આધારે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ગંજીપાના-પૈસાથી તીન પત્તીનો જુગાર રમતા (૧) મહંમદ કાસમભાઈ નાગોરી (રહે. દસાડા, શંખેસરીયા વાસ તા.દસાડા), (૨) સચિનભાઇ દીનેશભાઈ પાધરેચા (રહે. દસાડા, પંડયાવાસ), (૩) ભાવેશ પરષોત્તમભાઇ પરમાર રહે. દસાડા, હનુમાન વાસ), (૪) ગલાભાઇ કાળુભાઈ રાવળ (રહે. દસાડા, ઇન્દીરાપરા), (૫) અયુબભાઇ ફતેભાઇ વેપારી (રહે.દસાડા, સત્તારનો ચોક), (૬) કાંતીભાઈ હીરાભાઈ ભરવાડા (રહે. દસાડા, ભરવાડા વાસ), (૭) કરીમખાન શમશેરખાન બલોચ (રહે. શંખેસરીયા વાસ તા.દસાડા), (૮) મહેબુબભાઈ નાથુભાઈ પરમાર (રહે. દસાડા, કાસુડીયા વાસ તા.દસાડા), (૯) ફકીરમહંમદ ડોસાભાઇ વેપારી (રહે. દસાડા, વેપારી વાસ), (૧૦) ગુલામમયોદ્દીન સુલેમાનભાઇ બેલીમ (રહે. દસાડા, ખોખરવાસ) અને (૧૧) ઇસ્માઇલભાઈ ઉસ્માનભાઈ કછોટ (રહે. માંડલ, તળાવની પાળ પાસે) ઝડપાયા હતા. પોલીસે આરોપીઓની અંગજડતી તથા દાવ પરથી ૨૬,૬૧૦, નવ મોબાઇલ કિં.રૂ.૩૯,૦૦૦ મળી ૬૫,૬૧૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.