Get The App

કારેલીબાગની બ્રાઇટ સ્કૂલને મળેલી ધમકીનું રાઝ ખૂલ્યું,11 વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલે નહિ જવા મેલ કર્યો હતો

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
કારેલીબાગની બ્રાઇટ સ્કૂલને મળેલી ધમકીનું રાઝ ખૂલ્યું,11 વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલે નહિ જવા મેલ કર્યો હતો 1 - image

વડોદરાઃ વડોદરાના કારેલીબાગ વિસ્તારની સ્કૂલને ધમકી મળવાના કિસ્સામાં સાયબર સેલને સફળતા મળી હતી.માત્ર ૧૧ વર્ષના પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીએ પોતાની જ સ્કૂલને ધમકી આપી હોવાનું ખૂલતાં તેનું કાઉન્સેલિંગ કરાયું હતું.

વડોદરામાં ગઇ કાલે ૨૨ સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતાં મેલ મળ્યા હતા.જેમાં છેલ્લો મેલ સાંજે ૫.૩૦ વાગે કારેલીબાગની બ્રાઇટ સ્કૂલને મળતાં હરણી પોલીસ અને સાયબર સેલની ટીમે મેલની ડીટેલ મેળવી હતી.

મેલના એડ્રેસપરથી સાયબર સેલે તપાસ કરતાં વડોદરામાંથી જ મેલ કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું.સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતે કહ્યું હતું કે,અમે મેલના એડ્રેસની ડીટેલ તપાસતાં બ્રાઇટ સ્કૂલના જ પ્રાઇમરી વિભાગના એક  વિદ્યાર્થી સુધી પહોંચ્યા હતા.

આ વિદ્યાર્થીએ કબૂલ્યું હતું કે,ગઇકાલે ટયુશનેથી પરત ફર્યો ત્યારે બોમ્બની ધમકીના મેલને કારણે સ્કૂલો બંધ કરવામાં આવી હોવાના સમાચાર જોયા હતા.જેથી તેને પણ સ્કૂલે નહિ જવા માટે મેલ મોકલી આપ્યો હતો.વાલીની હાજરીમાં કરાયેલા કાઉન્સેલિંગ બાદ વિદ્યાર્થીએ પોતાની ભૂલ કબૂલી હતી અને વાલીએ પણ તેઓ સતર્ક રહેશે તેવી ખાતરી આપી હતી.