કોરોનાના ૧૧ પોઝિટિવ કેસ : આંકડો ૭૭ પહોંચ્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના વધુ ૧૧ કેસ મળી આવ્યા છે જેની સાથે સરકારી ચોપડે કોરોનાના કુલ ૭૭ દર્દીઓ એક્ટિવ હોવાનું સામે આવી રહ્યું છે. વધતા જતા કેસને પગલે હાલ નગરજનોમાં ફફરાટ ફેલાયો છે આવી સ્થિતિમાં ડરવાના બદલે સાવચેતી રાખવા માટે તબીબોએ સલાહ આપી છે.તો બીજીબાજુ વિદ્યાર્થીઓના કેસ પણ આવવા લાગતા વાલીઓ ચિંતામાં મુકાયા છે.
ગાંધીનગરમાં શુક્રવારે ૨૪ કલાક દરમિયાન નવા ૧૧ પોઝિટિવ
દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે જે પૈકી ચાર કેસ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના હોવાનું
માલુમ પડી રહ્યું છે. લખનવથી અડાલજ આવેલા ૬૫ વર્ષિય વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા
છે આ ઉપરાંત અડાલજથી ૩૦ વર્ષીય મહિલા અને ૩૨ વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ
આવ્યો છે આ ત્રણેય દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પલિયડમાં
રહેતા નિવૃત્ત શિક્ષક કે જેમની ઉંમર ૭૯ છે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે
જેમને મહેસાણા ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોર્પોરેશન વિસ્તારમાંથી દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી
રહી છે. કોઈપણ સિમટમ્સ એટલે કે લક્ષણો નહીં હોવા છતાં સેક્ટર-૨૬ માં રહેતા ૮૪
વર્ષીય વૃદ્ધા નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે જેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં
આવ્યા છે આ ઉપરાંત આઈઆઈટી પાલજના આસિસ્ટન્ટ પ્રોફેસરને તાવ અને વિકનેસ હોવાને પગલે
કોરોના રિપોર્ટ કરાવ્યો હતો ૩૬ વર્ષના આસિસ્ટન્ટ પ્રોફેસરનો રિપોર્ટ કોરોના
પોઝિટિવ આવ્યો છે તો કુડાસમા રહેતા ૫૬ વર્ષીય આધેડ કોરોનાથી સંક્રમિત થયા
છે.સરગાસણમાંથી વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો છે કડી ખાતે ખાનગી નોકરી કરતો ૩૫
વર્ષીય યુવાન સંક્રમિત થયો છે.સેક્ટર-૨માં રહેતો અને કુડાસણ ખાતે ખાનગી નોકરી કરતો
૨૪ વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત થયો છે. જ્યારે સેક્ટર-૬ માં રહેતો ૪૩ વર્ષિર્યે
યુવાન સંક્રમિત થયો છે આ ઉપરાંત જુના કોબા ખાતે રહેતા ૧૨ વર્ષીય વિદ્યાર્થીને પણ
લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે આમ એક જ દિવસમાં ગાંધીનગર
શહેર જિલ્લામાંથી વધુ ૧૧ કેસ મળી આવ્યા છે જે ચિંતાજનક બાબત છે.