Gujarat
વડોદરામાં સરકારી કચેરીના સ્ટોરમાંથી રૂ.24 હજારના 11 પાઇપોની ચોરી
By GS TEAM
7 Oct 20251 min read
નેશનલ હાઈવે 48 આજવાથી વાઘોડિયા માર્ગ ઉપર સર્કિટ હાઉસની બાજુમાં આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મિકેનિકલ સ્ટોરના ગ્રાઉન્ડમાં ચોરીની ઘટના સામે આવી
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : નેશનલ હાઈવે 48 આજવાથી વાઘોડિયા માર્ગ ઉપર સર્કિટ હાઉસની બાજુમાં આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મિકેનિકલ સ્ટોરના ગ્રાઉન્ડમાં ચોરીની ઘટના સામે આવી છે.
ગઈ તા.8 ઓગષ્ટના રોજ અજાણ્યા તસ્કરો રૂ.24 હજારની કિંમતના 11 નંગ પાઇપો ચોરી ફરાર થઈ ગયા હતા. પાઇપોની ઇન્સ્યોરન્સ અંગે વાતચીત ચાલી રહી હોય ફરિયાદમાં વિલંબ થયો હતો. નાયબ કાર્યપાલક ઇજનેરની ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.