જામનગર શહેર, પડાણા અને લાલપુરમાં જુગારના ત્રણ દરોડામાં 11 શખ્સોની અટકાયત

Jamnagar Gambling Raid : જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણિયા જુગારની મૌસમ વચ્ચે પોલીસે વધુ ત્રણ દરોડાઓ પડી 11 શખ્સોને ઝડપી પાડી 16 હજાર ઉપરાંતની રોકડ રકમ કબ્જે કરી હતી.
મેઘપર પડાણા નજીકના રાસંગપર ગામે જૈન દેરાસની બાજુમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી પૈસાની હારજીત કરતાં કેવલભાઈ અમ્રુતલાલ ગડા, પ્રફુલભાઈ આણંદભાઈ કરણીયા, દીનેશભાઈ લગધીરભાઈ કરણીયા નામના ત્રણ જુગારીઓને ઝડપી લીધા હતાં. અને તેઓના કબ્જામાંથી રૂ.10,240 ની રોકડ જપ્ત કરી હતી.
આ ઉપરાંત લાલપુરમાં ધરાનગરધારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલાં અલ્તાફ આસમભાઈ ગજણ, બાલા રાણાભાઈ કાપડી, રણજીત કારાભાઈ કટારીયા, કમલેશ મલુકદાસ મકવાણા, સુરેશા કેસુભાઈ શીગરખીયા, સાગર સકુભાઈ સુડાસામા નામના છ શખ્સોને રૂ.5081 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જ્યારે જામનગક નજીકના દરેડ ગામે મારવાડીવાસ પાછળ નદીના પટ્ટમાં જાહેરમાં એકીબેકીનો જુગાર રમી રહેલાં મુકેશ નારણભાઈ ગોદળીયા અને વિક્રમ સોમાભાઈ ગોદડિયા નામના બે શખ્સોને રૂ.1110 ની રોકડ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ઘરી છે.