Gujarat

દુધરેજ અને માનવ મંદિર રોડ પરથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા

By GS TEAM
26 Oct 20251 min read
દુધરેજ અને માનવ મંદિર રોડ પરથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા

- બંને રેઇડમાં પોલીસે માત્ર રૂ. 27 હજારની રોકડ જપ્ત કરી

- રેઇડ દરમિયાન મોબાઈલ કે વાહનો નહીં દર્શાવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એ-ડિવિઝન તેમજ બી-ડિવિઝન પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી જુગાર રમતા કુલ ૧૧ શખ્સને માત્ર રૂ.૨૭ હજારની રોકડ સાથે ઝડપી પાડયા હતા. બંને રેઇડ દરમિયાન પોલીસે વાહનો અને મોબાઈલ દર્શાવવાના બદલે માત્ર રોકડ રકમ જ દર્શાવતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે દુધરેજ ગામ વજેરી પાસેથી જુગાર રમતા (૧) ખુશાલભાઈ પમાભાઈ પારધી (૨) વિશાલભાઈ પ્રવિણભાઈ પરમાર (૩) લાલદાસ કાળીદાસ સાધુ (૪) રતિલાલ માલાભાઈ રાઠોડ (૫) શંકરભાઈ ખીમાભાઈ રાઠોડ (૬) ભરતભાઈ દાનાભાઈ મકવાણા અને (૭) મુન્નાભાઈ લક્ષ્મણભાઈ મકવાણા, તમામ રહે. દુધરેજવાળાને જુગાર રમતા રોકડ રૂ.૧૭,૫૦૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

બી-ડિવિઝન પોલીસે માનવ મંદિર રોડ, ચામુંડા પરા શેરી નંબર ૦૩ના રહેણાંક મકાનમાં જુગાર રમતાં (૧) ભૂપતભાઈ ગાંડાભાઈ કાગડીયા (૨) ભરતભાઈ મંગાભાઈ તરેટીયા (૩) મનસુખભાઈ દેવજીભાઈ પરમાર (૪) કાળુભાઈ વજાભાઈ શિહોરા (તમામ રહે. માનવ મંદિર રોડ)ને રોકડ રૂ.૧૦,૧૨૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.