Get The App

નારદીપુર અને ખોરજાપરામાં જુગાર રમતાં ૧૧ શખ્સ ઝડપાયા

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
નારદીપુર અને ખોરજાપરામાં જુગાર રમતાં ૧૧ શખ્સ ઝડપાયા 1 - image


પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો

કલોલ :  કલોલ તાલુકાના નારદીપુર ગામે એક મકાનમાં જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે ગાંધીનગર એલસીબી પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા સાત લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ તાલુકા પોલીસે ખોરજાપરામાં દરોડો પાડી જુગાર રમતા ચાર લોકોને ઝડપી લીધા હતા પોલીસે તમામને જેલના સળિયા પાછળ ધકેલીને તેમની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે .

ખોરજાપરામાં જુગાર રમાઈ રહ્યો છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે દરોડો પાડી જુગાર રમતા બકાજી માધાજી ઠાકોર તથા પ્રતાપજી ઉર્ફે પક્કાજી રઈજી ઠાકોર અને આનંદજી ભરતજી ઠાકોર તથા ધર્મેન્દ્ર ઉર્ફે લાલો કનુજી ઠાકોરને ઝડપી દીધા હતા પોલીસે તેમની પાસેથી રોકડા રૃપિયા ૧૫૨૫૦ જપ્ત કર્યા હતા અને જુગારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી જુગારના એક દરોડામાં ગાંધીનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે કલોલ તાલુકાના નારદીપુર ગામે રહેતો કનુભાઈ લલ્લુભાઈ પટેલ પોતાના મકાનમાં જુગારધામ ચલાવે છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા કનુભાઈ લલ્લુભાઈ પટેલ તથા વિપુલ સિંહ વાઘેલા અને રણજીતસિંહ ભગવાનસિંહ વાઘેલા તથા દશરથભાઈ પ્રહલાદભાઈ પટેલ અને અશોકકુમાર બાબુલાલ બારોટ તથા સલીમભાઈ બસ્તી ભાઈ ખોખર અને લાલસિંહ દિલીપસિંહ વાઘેલાને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાના પત્તા તથા રોકડા રૃપિયા ૨૫,૫૪૦ અને મોબાઈલ નંગ પાંચ તેમજ બે બાઈકો વગેરે મળી કુલ રૃપિયા ૯૬,૬૪૦ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો પોલીસે તમામને જેલના સળિયા પાછળ લખેલી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :