Get The App

સાણંદના ખીચા ગામમાંથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
સાણંદના ખીચા ગામમાંથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા 1 - image

અમદાવાદ ગ્રામ્ય પોલીસનો દરોડો

સ્થળ પરથી રોકડ, ત્રણ બાઇક, એક રિક્ષા સહિત મળી ૩.૬૯ લાખનો મુદ્દામાલ જપ્ત

સાણંદઅમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સાણંદ તાલુકાના ખીચા ગામમાં દરોડો પાડી જુગાર રમતા ૧૧ શખ્સને ઝડપી પાડયા છે. પોલીસે સ્થળ પરથી ૩.૬૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સાણંદ તાલુકાના ખીચા ગામમાં જુગારની રેઇડ કરી હતી. જેમાં જુગાર રમતા (૧) ગોવિંદભાઈ કેશાભાઈ વાઘેલા (કો.પટેલ) ઉ.વ.૪૮ (૨) ધીરૃભાઇ માલુભાઈ વાઘેલા (કો.પટેલ) (૩) બાબુભાઈ ગોરધનભાઈ વાઘેલા (કો.પટેલ) (૪) બાબુભાઈ આત્મારામભાઈ વાઘેલા (કો.પટેલ) (૫) શ્રવણભાઇ દશરથભાઇ કો.પટેલ (પાંચેય રહે. ખીચા ગામ, તા.સાણંદ) (૬) રમેશભાઈ કરશનભાઈ સોલંકી (કો.પટેલ) ઉ.વ.૫૦ રહે. માણકોલ ગામ, તા.સાણંદ (૭) ઇશ્વરભાઇ વારસંગ ભાઈ કો.પટેલ ઉ.વ.૪૦ (૮) વાડીલાલ ચુંડાભાઈ વાઘેલા (કો.પટેલ) (૯) પ્રવિણભાઇ દયારામભાઈ કો.પટેલ (ત્રણેય રહે રહે. ફાંગડી ગામ, તા.સાણંદ) (૧૦) હસુભાઇ અલુભાઇ ઠાકોર ઉ.વ.૪૬ રહે. ગોરજ ગામ, તા.સાણંદ  (૧૧) શ્રવણભાઇ માતમભાઇ ચૌહાણ (કો.પટેલ) (રહે. વીંછીયા ગામ, તા.સાણંદ) ઝડપાઇ ગયા હતા.

પોલીસે જુગાર રમતા  ૧૧ આરોપી પાસેથી રોકડ રકમ રૃપિયા ૭૯,૨૭૦, તથા ત્રણ મોટરસાયકલ, એક રિક્ષા અને એક છકડો મળી કુલ રૃપિયા ૩,૬૯,૨૭૦નો મુદ્દામાલ સાથે કબજે કર્યો છે.