Get The App

૨૪ કલાકમાં શહેરમાં કોરોનાના નવા ૧૧ કેસ નોંધાયા

તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં : એક્ટિવ કેસની સંખ્યા ૧૭ થઇ

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
૨૪ કલાકમાં શહેરમાં કોરોનાના નવા ૧૧ કેસ નોંધાયા 1 - image

વડોદરા,શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૧૧ નવા કેસ નોંધાયા છે. હાલમાં શહેરમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૧૭ થઇ  ગઇ છે.

ગઇકાલે  એકસાથે ૬ નવા કેસ  કોરોનાના નોંધાયા પછી આજે ફરીથી નવા કેસ નોંધાયા છે. આ નવા કેસ બિલ, ભાયલી, ગોત્રી, ગોરવા, કપુરાઇ, નવાયાર્ડ, છાણી, સવાદ અને સુદામાપુરીમાં નોંધાયા છે. ચોવીસ કલાક દરમિયાન ૯૬ લોકોના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે નોંધાયેલા દર્દીઓ પૈકી બે મહિલા અને ૯ પુરૃષ દર્દીઓનો સમાવેશ થાય છે. ૧૯ થી ૬૦ વર્ષની ઉંમરના ગુ્રપમાં સૌથી વધુ ૮ દર્દીઓ છે. જ્યારે  પાંચથી ૧૮ વર્ષના ગુ્રપમાં ૧ દર્દી નોંધાયો છે. કોરોના ગ્રસ્ત તમામ ૧૭ દર્દીઓનો  હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સૌથી વધુ ૯ કેસ શહેરના પશ્ચિમ અને સૌથી ઓછા ૧ કેસ દક્ષિણ વિસ્તારમાં નોંધાયા છે.

Tags :