Gujarat

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી

By GS TEAM
12 Feb 20262 mins read
TukuTouch Logo
સામાન્ય રીતે સમાજમાં જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે લોકો કિન્નર સમાજના આશીર્વાદ લેવા જતા હોય છે. પરંતુ અમદાવાદ જિલ્લાના બાવળાના આંગણે આજે(12 ફેબ્રુઆરી) એક ઉમદા અને પ્રેરણાદાયી ઘટના જોવા મળી છે, જ્યાં કિન્નર સમાજે પોતે 'પિતા'ની ભૂમિકા ભજવીને 11 દીકરીઓના ઘર વસાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી

Bavla News: સામાન્ય રીતે સમાજમાં જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે લોકો કિન્નર સમાજના આશીર્વાદ લેવા જતા હોય છે. પરંતુ અમદાવાદ જિલ્લાના બાવળાના આંગણે આજે(12 ફેબ્રુઆરી) એક ઉમદા અને પ્રેરણાદાયી ઘટના જોવા મળી છે, જ્યાં કિન્નર સમાજે પોતે 'પિતા'ની ભૂમિકા ભજવીને 11 દીકરીઓના ઘર વસાવ્યા છે.

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીના લગ્ન કરાવી સાસરે વળાવી

​અમદાવાદ જિલ્લાના બાવળાના અમૃતબાગ ખાતે 'સબુ દે અને કશીશ દે' દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવીને કરિયાવર સાથે સાસરે વળાવી હતી. જેમાં દરેક દીકરીને અંદાજે 3 લાખ રૂપિયાના આપવામાં આવેલા કરિયાવરમાં ઘરવખરીના સામાન સાથે સોના-ચાંદીના દાગીનાનો પણ સમાવેશ થાય છે. કિન્નર સમાજે દીકરીઓને પિતા જેવો પ્રેમ અને આર્થિક હુંફ આપીને ધામધૂમથી સાસરે વળાવવામાં આવી હતી.

​આ મંગલ પ્રસંગે આશીર્વાદ આપવા માટે વિવિધ જગ્યાએથી સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી મમતા સોની અને જાણીતા હાસ્ય કલાકાર પ્રકાશ મંડોરાએ ખાસ હાજરી આપી હતી. 

આ પણ વાંચો: ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ


​સમગ્ર પંથકમાં પ્રશંસા

​કિન્નર સમાજ દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલની બાવળા સહિત સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. લોકો આ કાર્યને બિરદાવી રહ્યા છે કે, જે સમાજ પાસે લોકો આશીર્વાદ લેવા જાય છે, તે સમાજે આજે દીકરીઓનું કન્યાદાન કરીને સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.