VIDEO : ગીર નહીં પોરબંદરમાં સાવજોનો વસવાટ! બરડા ડુંગર પાસે એકસાથે 11 સિંહ દેખાયા

11 Lions In Barda Dungar : ગુજરાતમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર અને સુરક્ષિત નિવાસસ્થાન ગીર અભયારણ્ય માનવામાં આવે છે. પરંતુ ગીર નહીં પોરબંદર નજીકના બરડા ડુંગર જંગલ વિસ્તારમાં એકસાથે 11 સિંહ જોવા મળ્યા છે. બરડા સફારી પ્રવાસે આવેલા લોકોને એકસાથે 11 સિંહનો જમાવડો જોવા મળતાં કુતૂહલ સર્જાયું હતું. સિંહોનું આ અદભૂત નજરાણુંનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
બરડા ડુંગર પાસે એકસાથે 11 સિંહ દેખાયા
પોરબંદર નજીક આવેલા બરડા ડુંગર જંગલ સફારી વિસ્તારમાં સિંહોએ કુદરતી રીતે સ્થળાંતર કરીને બરડા ડુંગર જંગલમાં પોતાનું નવું ઘર બનાવ્યું છે. બરડા ડુંગરના જંગલમાં એકસાથે 11 સિંહનો સમૂહ મસ્તી કરતાં નજરે ચડ્યો હતો. બરડા ડુંગરના ખોળામાં પોતાના પરિવારો સાથે રમતા સિંહોનો વીડિયો કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના નેતાએ પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર શેર કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ
બરડા જંગલ વિસ્તારમાં કુદરતી રીતે સિંહ સ્થળાંતર થઈને આવ્યા છે, ત્યારે ગીર પછી હવે પ્રવાસીઓ માટે બરડા જંગલ સફારી બીજું મુખ્ય આકર્ષણ બની શકે છે. બરડા ડુંગર પાસે મોટી સંખ્યામાં સિંહ જોવા મળતાં પર્યટકોમાં ખુશી છવાઈ હતી.

