રૂ.10 થી 12 લાખમાં પાસ થઈ UGVCL માં નોકરી કરતી પાંચ મહિલા સહિત 11 કર્મચારીની ધરપકડ
ગુજરાતનું ચકચારી વિધુત સહાયક ભરતી કૌભાંડ
સુરત ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા ડિવિઝનમાં રેઇડ કરી નોકરીના સ્થળેથી તમામની અટકાયત કરી બાદમાં ધરપકડ કરી : અગાઉ પરીક્ષા કેન્દ્રના સંચાલકો, મુખ્ય એજન્ટો મળી 27 ની ધરપકડ થઈ છે
- ગુજરાતનું ચકચારી વિધુત સહાયક ભરતી કૌભાંડ
- સુરત ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા ડિવિઝનમાં રેઇડ કરી નોકરીના સ્થળેથી તમામની અટકાયત કરી બાદમાં ધરપકડ કરી : અગાઉ પરીક્ષા કેન્દ્રના સંચાલકો, મુખ્ય એજન્ટો મળી 27 ની ધરપકડ થઈ છે
સુરત, : વિધુત સહાયક ભરતી કૌભાંડમાં રૂ.10 થી 12 લાખ ખર્ચી પાસ થઈ UGVCL માં નોકરી કરતી પાંચ મહિલા સહિત 11 કર્મચારીની સુરત ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા ડિવિઝનમાં રેઇડ કરી મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં નોકરીના સ્થળેથી અટકાયત કરી બાદમાં આજરોજ ધરપકડ કરી હતી.અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આ કૌભાંડમાં પરીક્ષા કેન્દ્રના સંચાલકો, મુખ્ય એજન્ટો મળી 27 ની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુજરાત રાજ્યની વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકની ભરતી માટેની વર્ષ 2020 અને 2021 માં લેવાયેલી ઓનલાઈન પરીક્ષામાં અગાઉથી ગોઠવણ કરી ઉમેદવારને પાસ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.ઓનલાઈન પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ,અરવલ્લીના પરીક્ષા કેન્દ્રના માલિક, કોમ્પ્યુટર લેબ ઈન્ચાર્જ, એજન્ટ વિગેરે મળી 12 થી વધુ વિરુદ્ધ ગુનો નોંધી વડોદરાના ઇન્દ્રવદન પરમાર અને મોહંમદ ઓવેશ કાપડવાલાની ધરપકડ કરી તપાસ હાથ ધરીને અત્યાર સુધી પરીક્ષા કેન્દ્રના સંચાલકો, મુખ્ય એજન્ટો મળી 27 ની ધરપકડ કરી હતી.
દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે હવે લાખો રૂપિયા આપી ગેરરીતિ કરીને પરીક્ષામાં પાસ થઈ હાલ વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયક તરીકે નોકરી કરતા કર્મચારીઓની ધરપકડ શરૂ કરી છે.તેના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચે ગતરોજ પાંચ મહિલા સહિત 11 કર્મચારીની સુરત ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા ડિવિઝનમાં રેઇડ કરી મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં નોકરીના સ્થળેથી અટકાયત કરી બાદમાં આજરોજ ધરપકડ કરી હતી.આ કર્મચારીઓએ પાસ થવા માટે રૂ.10 થી 12 લાખ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
500 થી વધુ ઉમેદવારો હાલ નોકરી કરતા હોવાની શક્યતા : તેમાં અડધોઅડધ મહિલાઓ છે
ક્રાઈમ બ્રાન્ચે વિધુત સહાયક ભરતી કૌભાંડમાં રૂ.10 થી 12 લાખ ખર્ચી પાસ થઈ UGVCL માં નોકરી કરતી પાંચ મહિલા સહિત 11 કર્મચારીની ધરપકડ કરી છે તે પાશેરમાં પૂણી છે.સૂત્રોના જણાવ્યા મુજબ વિધુત સહાયક ભરતી કૌભાંડમાં લાખો રૂપિયા ખર્ચી પાસ થઈ હાલ ગુજરાતની જુદીજુદી વીજ કંપનીઓમાં 500 થી વધુ ઉમેદવારો નોકરી કરે છે અને તેમાં અડધોઅડધ મહિલાઓ છે.
કોની કોની ધરપકડ થઈ
(1) નિશાબેન પ્રકાશભાઈ પટેલ ( ઉ.વ.36, રહે.ઘર નં.232, રાધેશ્યામ પાર્ક સોસાયટી, ગાયત્રી મંદિર રોડ, મહાવીર નગર, હિંમતનગર, જી.સાબરકાંઠા. મૂળ રહે.રંગપુર, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા )
(2) જલ્પાબેન ભૌમિકકુમાર પટેલ ( બીપીનચંદ્ર બનારસીભાઇ પટેલની દીકરી ) ( ઉ.વ.34, રહે.હડીયલ ગામ, ભીમાવાડી ફળીયું, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા )
(3) ઉપાસનાબેન ચિરાગભાઈ સુતરીયા ( ખાનાભાઈ ભીખાભાઇ સુતરીયાની દીકરી ) ( ઉ.વ.30, રહે.બડોલી, તા.ઈડર, જી.સાબરકાંઠા. મૂળ રહે.મોટા કોટડા, તા.ઈડર, જી.સાબરકાંઠા )
(4) નીલમબેન વિક્રમભાઈ ચાવડા ( નારાયણદાસ કુબેરદાસ પરમારની દીકરી ) ( ઉ.વ.33, રહે.ચોરીવાડ, તા.ઈડર, જી.સાબરકાંઠા )
(5) જીજ્ઞાસાબેન સંદીપભાઈ પટેલ ( પુરુષોત્તમભાઈ હરીભાઈ પટેલની દીકરી ) ( ઉ.વ.34, રહે.ઘર નં.18, પુષ્પકુંજ સોસાયટી, ધરોઈ કોલોની રોડ, તા.વીસનગર, જી.મહેસાણા )
(6) પ્રકાશકુમાર મગનભાઈ વણકર ( ઉ.વ.28, રહે.ભાદરડી, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા )
(7) અલ્તાફ ઉમરફારૂક લોઢા ( ઉ.વ.34, રહે.ઈલોલ, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા )
(8) મનીષકુમાર ધનજીભાઈ પારધી ( ઉ.વ.35, રહે.માલીવાડા, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા )
(9) રોહિતકુમાર મુળજીભાઈ મકવાણા ( ઉ.વ.34, રહે.ઘર નં.60, શારદાકુંજ સોસાયટી, મોતીપુરા, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા )
(10) પ્રવીણભાઈ ધનજીભાઈ ચૌધરી ( ઉ.વ.30, રહે.સરતાનપુર, તા.સતલાસણા, જી.મહેસાણા )
(11) આસીમભાઇ યુનુસભાઇ લોઢા ( ઉ.વ.32, રહે.ઈલોલ, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા )