Gujarat
તરસાલીમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા
By GS TEAM
20 Feb 20261 min read

વડોદરા,તરસાલી બાયપાસ પાસે હોટલ પાછળની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૧૧ જુગારીઓને મકરપુરા પોલીસે ઝડપી પાડયા છે.પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૃપિયા, મોબાઇલ ફોન સહિત કુલ ૫૫,૧૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (૧) વિજય શંકરભાઇ ઠાકોર (૨) યોગેશ વિનુભાઇ લુહાર (૩) સન્ની ભાઇલાલભાઇ બજાણીયા (૪) રાહુલ ખુમાનસીંગ ગરાસીયા (૫) ધર્મેન્દ્ર સુરેશભાઇ કનીજા (૬) રવિસિંહ નરપતસિંહ રાઠોડ (૭) અજીત હરમાનભાઇ પઢિયાર (૮) મોહસીન નિઝામભાઇ શેખ (૯) નીતિનકુમાર ઠાકોરભાઇ સોલંકી (૧૦) કનુ બચુભાઇ પાટણવાડિયા તથા (૧૧) પરેશ વિનુભાઇ ઠાકોરનો સમાવેશ થાય છે.








