વેરાવળ-રાજકોટ ટ્રેનમાં વધારાના 11 જી. એસ. કોચ લગાવાયા

- 1 લી જાન્યુઆરી સુધી કોચ જોડાયેલા રહેશે
- તહેવારની સિઝનમાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાને લઈ કોચ વધારવા નિર્ણય
ભાવનગર : ભાવનગર રેલવે મંડળની વેરાવળ-રાજકોટ ટ્રેનમાં મુસાફરોની ભીડને ધ્યાને રાખી બે માસ માટે વધારાના ૧૧ જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવવામાં આવ્યા છે.
તહેવારોની સિઝનના કારણે ટ્રેનમાં મુસાફરોનો વધતો ટ્રાફિક અને સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ-વેરાવળ-રાજકોટ ટ્રેનમાં આજે શુક્રવારથી તા. ૩૧-૧૨ સુધી તેમજ વેરાવળ-રાજકોટ-વેરાવળ ટ્રેનમાં આવતીકાલ તા.૧-૧૧ને શનિવારથી તા.૧-૧-૨૬ સુધી વધારાના ૧૧ જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવામાં આવશે તેમ ભાવનગર રેલવેના વરિ મંડળના વાણિજય પ્રબંધકે જણાવ્યું છે.

