- દિવાળી બાદ નવા વર્ષે અને ભાઈબીજે અકસ્માતો વધશે
- ખેડા જિલ્લામાં ઈમરજન્સી કોલ્સમાં 2.77 ટકા જેટલા ઘટાડાની શક્યતા : રોડ અકસ્માતમાં આણંદમાં 81.82 ટકા અને ખેડામાં 78.41 ટકા વધારાની સંભાવના
પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષની ઉજવણી વચ્ચે ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સવસ દ્વારા ખેડા-આણંદ જિલ્લામાં નવા વર્ષ અને ભાઈબીજના તહેવારના દિવસે ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષના ઇમરજન્સી ટ્રેન્ડ્સ અને પર્વાનુમાનના આધારે, આણંદ જિલ્લામાં
સામાન્ય દિવસોની સરેરાશ ૧૧૭ ઇમરજન્સીની તુલનામાથી નવા વર્ષના દિવસે એટલે કે, ૨૨ ઓક્ટોબરને બુધવારે ઇમરજન્સી કોલ્સમાં ૧૦.૯૮ ટકા જેટલો વધારો થવાની શક્યતા છે, જે અંદાજે ૧૩૦ ઇમરજન્સી કોલ્સ સૂચવે છે. જોકે, ખેડા જિલ્લામાં સામાન્ય દિવસોની સરેરાશ ૧૨૮ ઇમરજન્સીની તુલનામાથી નવા વર્ષના દિવસે એટલે કે, ૨૨ ઓક્ટોબરને બુધવારે ઇમરજન્સી કોલ્સમાં -૨.૭૭ ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા છે, જે અંદાજે ૧૨૪ ઇમરજન્સી કોલ્સ સૂચવે છે. જ્યારે રોડ અકસ્માતમાં આણંદ જિલ્લામાં ૮૧.૮૨ ટકા અને ખેડા જિલ્લામાં ૭૮.૪૧ ટકા વધારો થવાની સંભાવના છે.
વધતા કોલ ભારણનો સંભવિત સમય બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધીનો રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, ખાસ કરીને સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી કોલ્સમાં સૌથી મોટો વધારો જોવા મળી શકે છે. નવા વર્ષના દિવસેથ સાંજે ૬થી ૭ વાગ્યાની વચ્ચે જ્યારે રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે કોલ્સ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તો ભાઈબીજના દિવસે સાંજે ૪ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી કોલ્સની સંખ્યા સતત ઊંચી રહેવાની શક્યતા છે, જેમાં ૬ વાગ્યે સૌથી વધુ કોલ્સ મળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. માર્ગ અકસ્માત, શારીરિક તકલીફ, તોફાન, મારામારી, બિમારી, પ્રેગનન્સી સહિતની વિવિધ ઇમરજન્સી વખતે કોઇ પણ વિલંબ કર્યા વગર ૧૦૮ અથવા તો ડાયલ ૧૧૨ને કોલ કરવા પણ નાગરિકોને સુચન કરવામાં આવ્યું છે.


