વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇ કરેલા 108 સાઇલેન્સરોનો નાશ કરાયો

image : Social media
Vadodara Traffic Police : વડોદરા શહેર ટ્રાફિક પોલીસની પશ્ચિમ શાખા દ્વારા મોડીફાઇ સાઇલેન્સરવાળા વ્હીલર ડીટેઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી આજે તમામ 108 સાઇલેન્સર પર બુલડોઝર ફેરવીને વિધિસર નાશ કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં બુલેટ સહિતના બાઈકોના સાઇલેન્સર મોડીફાઇ કરીને મોટા અવાજ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગે કાર્યવાહી કરતી રહે છે. અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા આવા મોડીફાઇ સાઇલેન્સર વાળા ટુ વ્હીલર કબજે કરીને તમામ સાઇલેન્સરનો નાશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ટુ વ્હીલર ચાલકો હમ નહીં સુધરેંગે તેઓ સૂત્ર અપનાવીને ટુ વ્હીલર પર મોડીફાઇડ સાઇલેન્સર લગાવીને કાયદાનો ભંગ કરતા હતા. મોડીફાઇ સાઇલેન્સરના કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હતું. તેમજ ઘણા સિનિયર સિટીઝનોને પણ પાસે આવીને આ મોટા અવાજવાળા સાઇલેન્સર વાગે તો તેઓ ડરી જતા હતા અને અકસ્માતની ભીતી પણ સર્જાતી હતી.
જેથી વડોદરા શહેર પોલીસના ટ્રાફિક પશ્ચિમ ઝોન ઝોન દ્વારા આવા 108 જેટલા મોડીફાઇ સાઇલેન્સર ધરાવતા ટુ વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ચાલતી સાઇલેન્સર વિરોધી કાર્યવાહીના પગલે 108 જેટલા ટુ વ્હીલર માંથી મોડીફાઇ સાઇલેન્સર કબજે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે પશ્ચિમ શાખાની ટ્રાફિક કચેરી ખાતે નામદાર કોર્ટ દ્વારા મળેલી મંજૂરી આધારે 108 મોડીફાઈડ સાયલન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.