હોળીના તહેવારમાં વધુ કોલ મળતા હોય તેવા વિસ્તારો
આઈડેન્ટીફાઈ કરી
હોળી-ધુળેટીમાં દાઝવા, મારામારી, અકસ્માત અને નશાના ઈમરજન્સી કોલને એટેન્ડ કરવા લોકેશન બદલાયા ઃ તમામ સ્થળોએ સ્ટાફ સહિત ડ્રાઇવરને ૨૪ કલાક સતર્ક રખાશે
ગાંધીનગરના ઇએમઇ જૈમીન પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું
હતું કે, સામાન્ય
દિવસોની સરખામણીએ હોળી-ધૂળેટીના પર્વ દરમિયાન મારામારી, અકસ્માત અને
નશાને કારણે તબિયત લથડવાના કિસ્સાઓ વધતા હોય છે. આ વર્ષે હોળીના દિવસે અંદાજે ૧૦૫
અને ધૂળેટીના દિવસે ૧૨૬ જેટલા ઈમરજન્સી કોલ મળવાની સંભાવના છે. આ સ્થિતિમાં દર્દી
કે ઇજાગ્રસ્ત સુધી વહેલી તકે પહોંચી શકાય તે માટે જિલ્લામાં નવ જેટલા 'હોટસ્પોટ' નક્કી કરવામાં
આવ્યા છે. જૂના અનુભવો અને ડેટાના આધારે જે વિસ્તારોમાંથી વધુ કોલ મળે છે તેવા
સ્થળોએ ૧૦૮ વાન ઉભી રાખવામાં આવશે. જેમાં મુખ્યત્વે ચ-૬ સર્કલ,સિવિલ હોસ્પિટલ
ગેટ બહાર,ઇન્ફોસિટી
મેટ્રો બ્રિજ, ગિફ્ટ
સિટી,રાંધેજા
પેટ્રોલ પંપ, નારદીપુર, બીએસએફ કેમ્પ ગેટ,ચિલોડા બ્રિજ અને
અડાલજ ચાર રસ્તાનો સમાવેશ થાય છે.આ તમામ સ્થળોએ ડ્રાઇવર સહિતનો સ્ટાફ ૨૪ કલાક
સતર્ક રહેશે.
તહેવારના દિવસે ભીડભાડ વધુ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ ન જાય
તે માટે ડ્રાઇવરોને ખાસ સૂચના આપવામાં આવી છે કે વાનને ભીડથી થોડે દૂર એવા પોઈન્ટ
પર રાખવી જ્યાંથી ઈમરજન્સી સમયે વાન ઝડપથી બહાર નીકળી શકે. તંત્ર દ્વારા નાગરિકોને
પણ અપીલ કરવામાં આવી છે કે ઉત્સાહમાં હોશ ન ખોવો અને કોઈ પણ કટોકટીના સમયે તુરંત
૧૦૮નો સંપર્ક કરવો.
રંગોના તહેવાર ધૂળેટીમાં અકસ્માત અને ઘર્ષણના કિસ્સા ૧૮ ટકા
વધશે
ઈમરજન્સી સેવા ૧૦૮ ની એનાલિસિસ ટીમ દ્વારા અગાઉના વર્ષોનો
અભ્યાસ કર્યા બાદ હોળી અને ધુળેટીના તહેવારમાં ઈમરજન્સી કોલનો વધારો થતો હોવાની
શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં સામાન્ય સંજોગોમાં ૧૦૮ કોલ
પ્રતિદિન મળતા હોય છે ત્યારે ૧૦૮ ની એનાલિસિસ ટીમ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી
શક્યતાને પ્રમાણે હોળીના દિવસે કોલમાં સામાન્ય દિવસ કરતાં આંશિક ઘટાડો થશે. જ્યારે
ધૂળેટીના દિવસમાં ૧૬થી ૧૮ ટકા જેટલો વધારો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે
ધૂળેટીના દિવસે ૧૨૬થી વધુ કોલ મળવાની શક્યતાને પગલે ગાંધીનગર ૧૦૮ ની ટીમને એલર્ટ
કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ડ્રાઇવરોને પણ એમ્બ્યુલન્સમાં જ બેસવા સૂચના પણ
આપવામાં આવી છે.


