ગાંધીનગર ખાતે 108 સિટિઝન મોબાઈલ એપ લોન્ચ, હવે એમ્બ્યુલન્સની માહિતી એક ક્લિકમાં જ મળશે
ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાને આજે 15 વર્ષ પૂર્ણ થયા
રાજ્યના આરોગ્ય મંત્રીએ એપ લોન્ચ કરી હતી

Image : Facebook |
ગાંધીનગર, 04 માર્ચ 2023, શનિવાર
ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાને આજે 15 વર્ષ પૂર્ણ થયા હતા. આ ઉપલક્ષયમાં આજે ગાંધીનગર ખાતે 108 સિટિઝન મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી હતી. હવે એક ક્લિકમાં જ એમ્બ્યુલસની માહિતી મળશે.
આ એપમાં ત્રણ ભાષામાં માહિતી મળશે
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીએ ગાંધીનગર ખાતે આ 108 સિટિઝન મોબાઈલ એપ લોન્ચ કરી હતી અને આ તકે ઋષિકેશ પેટેલે જણાવ્યુ હતું કે આ એપ આકસ્મિક સમયે ટેકનોલોજીના ઉપયોગથી વધારે સારી સેવા મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મંત્રીએ આ એપ જેટલા બને એટલા વધુ લોકો ઉપયોગ કરે તે માટે અનુરોધ કર્યો હતો. લોકોને ખરા સમયમાં ઉપયોગમાં આવે અને ઈમરજન્સીમાં બને એટલો સમય ન બગડે તે રીતે આ એપને તૈયાર કરવામાં આવી છે. આ એપમાં 7000 કરતા પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલની માહિતી ઉપ્લબ્ધ છે. રાજ્યમાં કોઈપણ નાગરીક આ એપનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે આ એપને ત્રણ ભાષામાં માહિતી મળે તે રીતે તૈયાર કરવામાં આવી છે.
એપમાં રીયલ ટાઈમ બ્લડ ગ્રુપ જાણી શક્શો
આ એપમાં રીયલ ટાઈમ બ્લડ ગ્રુપ પણ તમે જાણી શક્શો. આ એપ્લિકેશનથી ઈમરજન્સીના સમયે તમે ફોન કર્યા વગર જ એપ દ્વારા નજીકની એમ્બ્યુલન્સને પસંદ કરીને ઘટના સ્થળે બોલાવી શકો તે માટેની સુવિધા પણ આપવામાં આવી છે. સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ હરોળનું રાજ્ય છે કે જ્યાં 108 ઈમરજન્સી સેવા સંપૂર્ણ પેપરલેસ અને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે. લોકો ઈમરજન્સીના સમયમાં જાતે સર્ચ કરી યોગ્ય નજીકની હોસ્પિટલ પસંદ કરી શકે તે માટે ખાસ એપ્લિકેશમાં અદ્યતન માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે.