Get The App

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી એક મહિના દરમિયાન 1038 ગાયો કચ્છ પાંજરાપોળમાં મોકલી દેવાઇ

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી એક મહિના દરમિયાન 1038 ગાયો કચ્છ પાંજરાપોળમાં મોકલી દેવાઇ 1 - image

image : Filephoto

Jamnagar : જામનગર શહેરમાંથી રસ્તે રઝળતા પશુઓને પકડી લઈ જામનગર મહાનગરપાલિકાના ઢોરના ડબ્બામાં મૂકવામાં આવે છે, ત્યાંથી છેલ્લા એક મહિના દરમિયાન કુલ 1038 ગાયોને કચ્છમાં આવેલી એક પાંજરાપોળમાં મોકલી દેવામાં આવી છે.

 જામનગર મહાનગરપાલિકા સંચાલિત ત્રણેય ઢોરના ડબ્બા હાઉસફુલ થયા હતા, અને ગાયોની સંખ્યા ખૂબ જ વધી ગઈ હોવાથી સ્ટેન્ડિંગ કમિટીમાં થયેલા ઠરાવ અનુસાર પ્રત્યેક ગાયના 10,700 ના અનુદાન સાથે ભચાઉ કચ્છ વિસ્તારમાં આવેલી કચ્છી ભાનુશાલી સેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં મોકલવામાં આવી રહ્યા છે.

 જેના અનુસંધાને જુદા જુદા નાના મોટા ટ્રક મારફતે છેલ્લા એક મહિનામાં કુલ 1038 ગાયોને કચ્છની પાંજરાપોળમાં મોકલી દેવામાં આવી છે. આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.

Tags :