Gujarat
શિક્ષણ સમિતિની શાળાઓમાં ૧૦૧૧૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
By GS TEAM
28 Jun 20251 min read

વડોદરા,કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ત્રણ દિવસમાં ૧૦૧૧૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
સમિતિની શાળાઓમાં હવે વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦ હજાર નજીક પહોંચી ગઈ છે. ૧૧૫ ગુજરાતી પ્રાથમિક શાળા, ૬ અંગ્રેજી પ્રાથમિક શાળા, ૧૦ માધ્યમિક શાળા મળી કુલ ૧૩૧ શાળાઓમાં બાલવાડીમાં ૪૦૨૬, બાલવાટિકામાં ૪૩૯૬ અને ધોરણ ૧ થી ૮ માં ૭૪૬ બાળકોએ ખાનગી શાળામાંથી અને માધ્યમિક શાળાઓમાં ૯૪૪ બાળકોએ પ્રવેશ લીધો છે. પ્રવેશોત્સવ દરમિયાન સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે શાળામાં આવવા-જવા નિશુલ્ક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અપાઈ હતી. આ વર્ષે ૩૬ શાળાના કુલ ૫૨૫૬ બાળકો આ લાભ લેશે. દરેક શાળામાં બાળકોના હિમોગ્લોબીન, આંખ અને દાંતની તપાસ પણ કરવામાં આવી હતી.









