Gujarat

આજવા સરોવરના ૬૨ ગેટમાંથી ૧૦૦૦ ક્યુસેક પાણી છોડવાનું શરૃ

By GS TEAM
15 Jul 20251 min read
આજવા સરોવરના ૬૨ ગેટમાંથી ૧૦૦૦ ક્યુસેક પાણી છોડવાનું શરૃ

વડોદરા,શહેરના ઐતિહાસિક આજવા સરોવરમાં પાણીની સપાટી ઝડપભેર વધતા આજવા સરોવરના ૬૨ દરવાજા ગઇરાતથી ખોલી નાખવામાં આવ્યા છે. હાલ આજવામાંથી ૧૦૦૦ ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે.

આજવા સરોવર વિસ્તારમાં બે દિવસમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડતા સરોવરની સપાટીમાં ઝડપથી વધારો થઇ જતા સપાટી ૨૧૧.૩૫ ફૂટ થઇ ગઇ હતી. જેથી સપાટીમાં ઘટાડો કરવો જરૃરી હતો. આજવાનું લેવલ ૨૦૮ ફૂટ સુધી તબક્કાવાર લાવવા માટે પમ્પિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે, અને તેના પંપો છેલ્લા કેટલાક દિવસથી ચાલુ કરવામાં આવ્યા હતા. પરંતુ ૬૨ દરવાજા ફરી બંધ કરી દેવમાં આવશે, અને પમ્પિંગ સિસ્ટમ પુનઃ ચાલુ કરી દેવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે. આજવામાંથી ૧૦૦૦ ક્યુસેક પાણી છોડાતા વિશ્વામિત્રી નદીમાં પણ પાણીની સપાટીમાં વધારો થશે, વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઇકાલ સુધી આજવામાં છ પંપ ચાલુ રાખવામાં આવ્યા હતા.જેના દ્વારા ૨૪ કલાકમાં આઠ દોરા પાણી નીચે ઘટતું હતું. પરંતુ આજવા અને ઉપરવાસમાં વરસાદથી પાણીની સપાટીમાં ઝડપથી વધારો થતા લેવલ ૨૧૧ ફૂટ સુધી લાવવું જરૃરી બનતા દરવાજા ખોલવામાં આવ્યા છે. આજવામાં મોસમનો કુલ વરસાદ ૫૬૭ મિમી થયો છે. વરસાદ થઇ ચૂક્યો છે. વિશ્વામિત્રીની સપાટી ૯.૭૧ ફૂટ છે.