Gujarat

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સો વર્ષ પૂર્ણ , સો મ્યુનિ.શાળાઓનું મૂલ્યાંકન કરી સન્માનિત કરવા નિર્ણય

By GS Team
19 Aug 20251 min read
This article was originally published on 19 Aug 2025
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સો વર્ષ પૂર્ણ , સો મ્યુનિ.શાળાઓનું મૂલ્યાંકન કરી સન્માનિત કરવા નિર્ણય

  અમદાવાદ,સોમવાર, 18 ઓગસ્ટ, 2025

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્થાપનાને સો વર્ષ પૂરા થયા છે. શતાબ્દી વર્ષ નિમિત્તે સો મ્યુનિસિપલ શાળાઓનુ ત્રણ ભાગમાં મૂલ્યાંકન કરી સન્માનિત કરવા નિર્ણય કરાયો છે. આઈ.આઈ.ટી.ગાંધીનગર દ્વારા મ્યુનિ.શાળાના તમામ શિક્ષકોને તાલિમ આપવા આયોજન કરાશે.

સો અનુપમ શ્રેષ્ઠ શાળાઓ નકકી કરવા દરેક શાળાને નિરીક્ષણના અંતે પચાસમાંથી ગુણ આપવામા આવશે.૪૫૨ શાળાઓમાં ધોરણ-૩થી ૮ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષા પૂર્વે શાળાકીય સાક્ષરી વિષયોનુ મૂલ્યાંકન કરાશે.જેના ૬૦ ગુણ રહેશે.આ ઉપરાંત એમ.સી.કયુ.તથા ઓ.એમ.આર.ટેસ્ટ લેવામા આવશે.સ્કૂલબોર્ડના ચેરમેન ડોકટર સુજય મહેતા અને વાઈસ ચેરમેન વિપુલ સેવકે કહયુ,તમામ મ્યુનિ.શાળાઓમાં સાયન્સ,ટેકનોલોજી, એન્જિનિયરીંગ તથા ગણિત ઉપર આધારીત વિવિધ પ્રયોગ કરાવવામા આવશે.૬૦ શ્રેષ્ઠ શાળાના ૨૫ હજાર વિદ્યાર્થીઓને આઈ.આઈ.ટી.ગાંધીનગર ખાતે મુલાકાત કરાવાશે.સો શ્રેષ્ઠ શાળાઓના તમામ શિક્ષકોનુ સન્માન કરાશે.જે તે શાળાને શિલ્ડ,પ્રમાણપત્ર અને ઈનામી રાશીના ચેક આપવામા આવશે.