વડોદરામાંથી 15 દિવસમાં 100 રખડતા ઢોર તંત્ર દ્વારા પકડાયા : ફરજમાં રૂકાવટ કરનાર સામે પોલીસ ફરિયાદ થશે
Vadodara Stray Cattle Policy : વડોદરા શહેરમાં રખડતા ઢોર અંગે ગૌ પાલકો સાથે સાથે પાલિકા તંત્રની મિટિંગ યોજાઈ હતી. જેમાં ઢોર પકડવા બાબતે ગૌ પાલકો દ્વારા કોઈ પણ વિઘ્ન સર્જવામાં આવે તેવા કિસ્સામાં પોલીસ ફરિયાદ અચૂક કરવામાં આવશે તેવું સ્પષ્ટપણે પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને તંત્રની ઢોર પાર્ટી કામગીરી માટે જાય ત્યારે ગૌપાલકો દ્વારા વિજ્ઞાન સર્જવામાં આવે છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસમાં 100થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે. આમ છતાં ઢોર પકડવામાં રૂકાવટી કાર્યવાહી કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં કોઈ કચાસ રાખવામાં નહીં આવે. છેલ્લા 15 દિવસમાં 100થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે. પકડાયેલા ઢોર અંગે રૂપિયા 4 હજાર દંડનીય કાર્યવાહી પેટે વસૂલ કરવામાં આવતા હોવાનું તંત્ર દ્વારા જણાવ્યું છે.