Gujarat

થાઇલેન્ડમાં ફસાયેલા પોરબંદર પંથકના 10 યુવક યુવતીઓ આજે અમદાવાદ પહોંચશે

By GS TEAM
21 Jun 20252 mins read
થાઇલેન્ડમાં ફસાયેલા પોરબંદર પંથકના 10 યુવક યુવતીઓ આજે અમદાવાદ પહોંચશે

નોકરીની લાલચમાં પોરબંદર આસપાસના  19  ફસાયા હતા

પોરબંદર, : પોરબંદર શહેર અને આજુબાજુના ગામડાના 19 યુવક-યુવતીઓને થાઇલેન્ડમાં હોટલ અને હાઉસ કીપિંગની નોકરીના બહાને ચીટરોએ સાડા ત્રણ લાખથી ચાર લાખ રૂપિયા ખંખેરીને રસ્તે રઝળતા કરી દીધા છે. ત્યારે ઇન્ડિયન કોમ્યુનીટીના લોકોએ તેમને ત્યાં મદદ પૂરી પાડી છે. તો બીજી બાજુ અમદાવાદની કોઇ સંસ્થા દ્વારા તેમની ફલાઇટની ટિકિટની વ્યવસ્થા થઇ રહી છે. જેમાં દસ યુવક- ચુવતીઓની ટિકિટ કન્ફર્મ થઇ ગઇ છે અને બીજાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેથી રવિવારે બપોરે 12.30  કલાકે ફલાઇટમાં તેઓ ઇન્ડિયા આવશે અને રાત્રે 11 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેમ જાણવા મળ્યુ છે.

થાઇલેન્ડના પટાયા ખાતે નોકરીના બહાને લાખો રૂપિયા ચૂકવીને બે મહિના પહેલા ગયેલા 19  જેટલા યુવક-યુવતીઓને નોકરી અપાવાઇ નથી. તેથી તેઓ ત્યાં ફસાઇ ગયાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા થાઇલેન્ડમાં વસતી ઇન્ડિયન કોમ્યુનીટી દ્વારા તેમને પૂરતી મદદ કરવામાં આવી છે. અને હવે અમદાવાદની સંસ્થા તેમની મદદે આવતા તેઓ વતન પોરબંદર પહોંચી જાય તેવું જાહેર કરવામાં આવ્યુ છે. મૂળ પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા એક શખ્સ અને એક પંજાબી શખ્સ દ્વારા તેઓને બોટલમાં ઉતારીને પટાયા અને બેંગકોક ખાતે હોટલ અને હાઉસ કીપિંગની જોબ છે. તેમ જણાવીને 50-50,000  રૂપિયાનો પગાર આપવાની લાલચ આપીને લાખો રૂપિયા ખંખેરીને 27 એપ્રિલના ત્યાં લઇ જવાયા બાદ કોઇને નોકરી નહીં અપાતા અને તેમની પાસે રૂપિયા પણ પૂરા થઇ ગયા હોવાથી ભોજનના પણ ફાંફા પડવા લાગ્યા હતા. તેથી વીડિયો વાયરલ કરીને મદદ માંગતા ઇન્ડિયન કોમ્યુનીટી મદદે આવી હતી. અને ત્યાં હોટલમાં રહેવા જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક કરી અપાયા બાદ હવે અમદાવાદની સંસ્થા તેમની મદદે આવી છે અને એવું જાણવા મળ્યુ છે કે 19માંથી 10 યુવક-યુવતીઓની થાઇલેન્ડથી અમદાવાદની રવિવારે બપોરે 12.30 કલાકની ફલાઇટની ટિકિટ કન્ફર્મ થઇ ગઇ છે અને અન્ય યુવક-યુવતીઓ માટે પ્રયાસો ચાલું છે. આ યુવાન-યુવતીઓ રવિવારે રાત્રે 11 વાગ્યે અમદાવાદના એરપોર્ટ ખાતે આવી પહોંચશે. ત્યારબાદ તેમને પોરબંદર મોકલવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. તેમ જાણવા મળ્યું છે.