Get The App

ગોડાદરામાં બાંધકામ સાઈટ પર ૧૦ વર્ષનો બાળક લિફ્ટના પેસેજમાં પડતા મોત

Updated: Jan 2nd, 2024

GS TEAM


Google News
Google News
ગોડાદરામાં બાંધકામ સાઈટ પર ૧૦ વર્ષનો બાળક લિફ્ટના પેસેજમાં પડતા મોત 1 - image


- બીજી ઘટનામાં સરથાણામાં નવી બંધાતી બિલ્ડીંગના પાંચમા માળેથી નીચે પડી જતા દોઢ વર્ષનો બાળક મોતને ભેટયો

 સુરત :

સુરતમાં પડી જવાના બે બનાવમાં ગોડાદરામાં સોમવારે રાતે બાંધકામ સાઈટ પર લીફ્ટના પેસેજમાં પટકાયેલા ગંભીર ઇજા પામેલા ૧૦ વર્ષીય બાળક અને સરથાણામાં નવી બંધાતી બિલ્ડીંગના પ માળે નીચે પડી જતા દોઢ વર્ષના બાળકને મોતને  હતો.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ગોડાદરા ખાતે દેવઢગામમાં સ્કાય હેવન નામની બાંધકામ સાઈટ ઉપર રહેતો અને ત્યાં કામ કરતો મોહમ્મદ ફખરુદ્દીન રાઈનનો ૧૦ વર્ષીય પુત્ર મોહમ્મદ ફૈજાન સોમવારે રાતે બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રમતા રમતા લીફ્ટના પેસેજમાંથી નીચે બેઝમેન્ટમાં પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન રાત્રે તેનુ મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મોહમ્મદ ફખરુદ્દીન સ્કાય હેવન નામની બાંધકામ સાઈટ ઉપર કડિયા કામ કરે છે.જોકે તેની પત્ની તથા મરનાર બાળક અને એક દીકરી સહિતનો પરિવાર વતન બિહારથી સોમવારે સાંજે સુરત આવ્યા હતા અને રાતે બાળક પડી જતા મોતને ભેટયો હતો.

બીજા બનાવમાં સરથાણામાં યોગીચોક ખાતે નવી બંધાતી ગેલેરીયા બિલ્ડીંગ સાઇટ પર રહેતો જયસિંગ કટારાનો દોઢ વર્ષનો પુત્ર કુલદિર સોમવારે સવારે બિલ્ડીંગના પાંચ માળે નીચે પડી જતા ગંભીર ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો. બાળકના માતા-પિતા બિલ્ડીંગમાં મજુરી કામ કરે છે. તેઓ મુળ દાહોદના વતની છે. આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :