Get The App

બાવળામાં પૂર બાદ રોગચાળો અટકાવવા 10 ટીમો કામે લાગી

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
બાવળામાં પૂર બાદ રોગચાળો અટકાવવા 10 ટીમો કામે લાગી 1 - image


શેલ્ટર હોમમાં ૪૦ પરિવારોની પણ તપાસ કરાઈ

૨૫ હજાર લોકોની તપાસ, ક્લોરિનેશન કરવા સાથે સવાર સાંજ ફોગિંગ શરૃ કરાયું

બગોદરાબાવળામાં પૂર પછી પાણીજન્ય રોગ, વેક્ટર બોન્ડ ડિસિઝ અટકાવવા આરોગ્ય તંત્રએ દોડધામ શરૃ કરી છે. શહેરમાં ૧૦ ટીમોએ ૨૫ હજાર લોકોની તપાસ કરી છે. જાહેર ટાંકી તેમજ ઘરોના માટલામાં ક્લોરિનેશન કરવા સાથે ફોગિંગ શરૃ કરાયું છે.

બાવળામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક પ્રશાસને રાહત બચાવ અને પાણી નિકાલની કામગીરી પૂર્ણ કરી છે. ત્યારે હવે બાવળા શહેરમાં પાણીજન્ય રોગચાળો તેમજ વેક્ટર બોર્ન ડીસીઝ ફેલાય નહીં અને કોઈ નાગરિકને માંદગી જણાય તો સમયસર તેની સારવાર કરી શકાય તે માટે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, હેલ્થ વર્કર અને આશા બહેનોએ ઘરે ઘરે સર્વે શરૃ કર્યો છે.

બાવળા શહેરમાં આરોગ્ય વિભાગની ૧૦થી વધુ ટીમોએ અત્યાર સુધીમાં ૨૫ હજાર જેટલા લોકોની આરોગ્ય તપાસ પૂર્ણ કરી છે.

શહેરની પાણીની ટાંકીથી લઈને લોકોના ઘરમાં માટલામાં રહેલા પીવાના પાણીની પણ તપાસ કરી ક્લોરિનેશન પણ શરૃ કરાયું છે. શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા ૪૦ જેટલા પરિવારોની પણ તપાસ કરાઈ હતી. શહેરમાં સવાર અને સાંજે મચ્છરના નાશ માટે ફોગિંગ પણ કરાયું હતું.

Tags :