સરવા-મોટી વીરવા માર્ગમાં 10 સ્પાન ધરાવતો બ્રિજ ભારે વાહનો માટે બંધ
- બોટાદ જિલ્લામાં ગોમા સિંચાઈ યોજનાના ટીબીસી વિસ્તારમાં
- બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું : ભારે વાહનોનો ટ્રાફિક ડાયવર્ટ ક૨વા વૈકલ્પિક ૨સ્તાઓ ઉપયોગમાં લેવા સૂચના
બોટાદ : બોટાદ જિલ્લામાં ગોમા સિંચાઈ યોજનાના ટીબીસી વિસ્તારમાં સરવા ગામથી મોટી વીરવા ગામને જોડતા માર્ગમાં ૧૦ સ્પાન ધરાવતા બ્રિજને જાહેર હિતાર્થે તાત્કાલિક અસરથી ભારે-મોટા વાહનો માટે બંધ કરવા બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આથી ભારે વાહનોનો ટ્રાફિક ડાયવર્ટ ક૨વા વૈકલ્પિક ૨સ્તાઓ ઉપયોગમાં લેવા જણાવાયું છે. જેમાં મોટી વીરવાથી વિંછીયા જવા માટે મોટી વિ૨વાથી વાંગધ્રા (વિલેજ રોડ ડામર પટ્ટી પહોળાઈ ૩.૭૫ મી.) થઈને વિંછીયા તરફ (લંબાઇ ૧૨.૭૦ કિમી) અને મોટી વીરવાથી નાના પાળીયાદ-કુંભારા-સરવા (વિલેજ રોડ-ડામર પટ્ટી ૩.૭૫ મી.ડાયવર્ઝન લંબાઈ ૧૪.૨૦ કિમી) સરવા મથક સુધીના માર્ગનો સમાવેશ થાય છે.
વાહન ચાલકોની સલામતી માટે ડાયવર્ઝન સ્થળ પર જરૂરી સાઈનબોર્ડ તથા બેરીકેટીંગ તથા હાઈટ બેરીયર મુકવા જરૂરી સાધન સામગ્રી લગાવી અકસ્માત ન થાય તેની બોટાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને તકેદારી રાખવાની રહેશે.