Vadodara Corporation : વડોદરા શહેરમાં રહેણાંકની મંજૂરી મેળવી એપાર્ટમેન્ટ કે મકાન બાંધી દીધા બાદ તે જગ્યાનું વ્યાપારીકરણ કરી દઈ વ્યવસાય કરનારા સામે વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુની સૂચનાથી ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી પરિમલ પટણી તથા તેમની ટીમે ગઈકાલે કારેલીબાગ અને ગોરવા વિસ્તારની 10 દુકાનોને સીલ માર્યું હતું. અને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં પાર્કિંગ અને ટ્રાફિકના ભારણ કારણે રોડ પર પાર્કિંગ ન થાય તે હેતુથી ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કારેલીબાગ જીવનભારતી ચાર રસ્તા પાસે આવેલ ગાંધીગ્રામ કો.ઓ.હા.સો.લી.ના બ્લોક નં.૨૨ના માલિક દ્વારા વિકાસ પરવાનગી રહેણાંકની મેળવી હતી. જેની જગ્યાએ સ્થળે કોમર્શિયલ દુકાન બનાવી વ્યવસાય કરતા હતા જેથી તે દુકાનને સીલ મારવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી.
એજ પ્રમાણે ગોરવા વિસ્તારમાં આવેલ શબનમ પાર્ક સોસાયટીના રહેણાંકમાં બિનપરવાનગી કોમર્શિયલ વાપર ઉપયોગ કરતા હોઇ, 9 દુકાનને સીલ કરવામાં આવી હતી.
ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ/એપાર્ટ્સેન્ટના માર્જીન તથા પાર્કીંગવાળા ભાગમાં સુવ્યવસ્થિત પાર્કીંગ થાય તે રીતે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.


