Get The App

એસિડ પીવાના કિસ્સામાં ૧૦ ટકા દર્દીઓના મૃત્યુ થાય છે

એસિડ પી જનાર યુવતીની સયાજી હોસ્પિટલમાં ઓકોલોપ્લાસ્ટી સર્જરી કરાઇ

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
એસિડ પીવાના કિસ્સામાં ૧૦ ટકા દર્દીઓના મૃત્યુ થાય છે 1 - image

વડોદરા,આપઘાત કરવા માટે એસિડ પી જનાર લકો પૈકી ૧૦ ટકા દર્દીઓના જીવ બચી શકતા નથી. એસિડ પી જનાર એક યુવતીની  હાલમાં જ સયાજી હોસ્પિટલમાં ઓકોલોપ્લાસ્ટી સર્જરી  કરવામાં આવી હતી.

હતાશ થઇને આપઘાત કરવા માટે લોકો ગળા ફાંસો, ઝેરી દવા કે એસિડ પી જવું, બિલ્ડિંગ પરથી પડતું મૂકવા જેવા પ્રયાસો કરતા હોય છે. સયાજી હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે,  એસિડ પીવાના કિસ્સામાં બચી ગયેલા દર્દીઓનું જીવન અત્યંત પીડાદાયક બની જાય છે. એસ.એસ.જી. હોસ્પિટલમાં દર મહિને આવા ૨થી ૩ કેસ આવે છે અને દર વર્ષે ૫ થી ૬ દર્દીઓની આવી જટિલ સર્જરી કરવામાં આવે છે.થોડા સમય  પહેલા ૨૩ વર્ષની યુવતીએ હતાશ થઇને  એસિડ ગટગટાવી લેતા તેની તબિયત નાજુક થઇ ગઇ હતી.   તેને ફીડિંગ ટયુબ મારફતે પ્રવાહી ખોરાક લેવાની ફરજ પડી હતી.

 ત્યારબાદ યુવતીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલના  સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રંજન ઐયર તથા ડોક્ટરની  ટીમે  ઓકોલોપ્લાસ્ટી નામની જટિલ સર્જરી  કરતા યુવતી હવે કુદરતી રીતે મોંઢેથી જમી શકે છે. ખાનગી હોસ્પિટલમાં આ સર્જરીનો ખર્ચ  અંદાજે આઠ લાખ થતો હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.