Get The App

જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા 1 - image

જામનગર નજીક ફલ્લા ગામમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ચલણી નોટોના નંબર ઉપર હારજીત કરી રહેલા 10 શખ્સોની પોલીસે અટકાયત કરી લઈ રૂપિયા દોઢ લાખની માલમતા કબજે કરવામાં આવી છે.

જામનગરના પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ફલ્લા ગામમાં દરોડો પાડી જાહેરમાં ચલણી નોટોના નંબરના આંકડા ઉપર જુગાર રમી રહેલા ચંદ્રેશ ભાઈલાલભાઈ ધમસાણીયા, યોગેન્દ્ર સિંહ કીરીટસિંહ સોઢા, મોમ ઉર્ફે મોકલો દેવાભાઈ બાંભવા, રોહિત માંડાભાઈ બાંભવા, નાગજીભાઈ ગિરધરભાઈ વરિયા, ટીડાભાઇ ભુરાભાઈ બાંભવા, સંદિપ નારણભાઈ રાઠોડ, અને હિતેન્દ્રસિંહ ભીખુભા પરમારની પોલીસે અટકાયત કરી લીધી છે.

તેઓ પાસેથી રૂપિયા 11,140ની રોકડ રકમ, 8 નંગ મોબાઈલ ફોન, અને ત્રણ મોટરસાયકલ સહિત રૂપિયા 1,57,140ની માલમતા કબજે કરી છે, જે તમામ સામે જુગાર ધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.