Get The App

ધોળકામાં જન્મદિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ માણતા 10 શખ્સ ઝડપાયા

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
ધોળકામાં જન્મદિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ માણતા 10 શખ્સ ઝડપાયા 1 - image

- બિયર, દારૂ, કાર, મોબાઇલ સહિત બાર લાખનો મુદ્દામાલ જપ્ત

- પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર : બુટલેગરની તપાસ શરૂ

બગોદરા : ધોળકામાં જન્મદિવસની ઉજવણીના નામે ફાર્મ હાઉસમાં ચાલી રહેલી હાઈ-પ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પાડી દસ વ્યક્તિને ઝડપી પાડયાં છે. પોલીસે સ્થળ પરથી બિયર, દારૂ, કાર સહિત રૂ.૧૨.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વેજલકા ગામના સામતસિંહ છત્રસિંહ બારડનો જન્મદિવસ હોવાથી ધોળકાના ડડુસર રોડ પર આવેલા કાસમભાઈ અબ્દુલગફુર રાધનપુરીના ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં પરપ્રાંતિય વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મંગાવીને પાસ-પરમિટ વગર મહેફિલ માણવામાં આવી રહી હતી.

ધોળકા ડિવિઝનના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે મોડી રાત્રે ફાર્મ હાઉસ પર ઓચિંતો દરોડો પાડયો હતો. પોલીસને જોઈને પાર્ટીમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરી ફાર્મ હાઉસ માલિક કાસમભાઈ રાધનપુરી અને બર્થ-ડે બોય સામતસિંહ છત્રસિંહ બારડ સહિત ૧૦ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. 

પોલીસે સ્થળ પરથી બિયરના ૯૫-ટીન (કિં.રૂ.૧૯,૦૦૦), દારૂની સાત બોટલ (કિં.રૂ.૮,૪૦૦), એક કાર, ચાર મોબાઇલ મળીને કુલ રૂ. ૧૨,૪૭,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત, પાર્ટી માટે દારૂનો જથ્થો કોણે પૂરો પાડયો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપાયેલા ૧૦ આરોપીઓના નામ

કાસમભાઈ અબ્દુલગફુર રાધનપુરી (રહે. ધોળકા)

સામતસિંહ છત્રસિંહ જાતે. બારડ (રહે. વેજલકા)

અલ્પેશભાઈ હરીભાઈ જાતે. રાઠોડ (રહે. વેજલકા)

રાજેન્દ્રભાઈ વાઘજીભાઈ જાતે. રાઠોડ (રહે. વેજલકા)

જયેન્દ્રસિંહ રાયસંગભાઈ જાતે. પઢીયાર (રહે. વેજલકા)

પ્રદીપસિંહ પ્રવિણસિહ જાતે. વાઘેલા (રહે. ધોળકા)

ફિરોજભાઈ ગફુરભાઈ વ્હોરા (રહે. ધોળકા)

મોન્ટુભાઈ હરજીભાઈ જાતે. ઠાકોર (રહે. ધોળકા)

નિલેશભાઈ પ્રવિણભાઈ જાતે. રાણા (રહે. ધોળકા)

રાજેન્દ્રકુમાર નારૂભાઈ જાતે. ચૌહાણ (રહે. ભુંભલી)