Gujarat

જામનગર શહેર અને દરેડમાં જુગારના 5 દરોડામાં 10 શખ્સોની ધરપકડ

By GS TEAM
25 Feb 20261 min read
TukuTouch Logo
જામનગર અને દરેડ વિસ્તારમાં પોલીસે જુગાર અંગેના જુદા જુદા 5 સ્થળોએ દરોડા પાડી કુલ 10 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને સામાન કબ્જે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને દરેડમાં જુગારના 5 દરોડામાં 10 શખ્સોની ધરપકડ

Jamnagar Gambling Raid : જામનગર અને દરેડ વિસ્તારમાં પોલીસે જુગાર અંગેના જુદા જુદા 5 સ્થળોએ દરોડા પાડી કુલ 10 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને સામાન કબ્જે કર્યો છે.

જામનગરમાં શંકર ટેકરી શુભાષ પરા શેરી નં. 2માં એકી-બેકીનો જુગાર રમતા અરીફ રફીક બ્લોચ અને નિજામ હરુનભાઈ અમરોલીયાની પોલીસે અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂ.3000 કબ્જે કર્યા છે.

જ્યારે જામનગર નજીક દરેડમાં મધુરમ હોટલની સામે જાહેરમાં ગંજીપના વડે જુગાર રમતા દિલીપગીરી ઇશ્વરગીરી ગિસ્વામી, અનુ ચંદ્રપાલ સિંગ અને સાજીદ સાબીરખાંન નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂ.4650 કબ્જે કર્યા છે.

આ ઉપરાંત જામનગરમાં નુરી ચોકડી પાસે આવેલ નુરી પાર્કમાં વરલી મટકાના આંકડા લેતો ભરત નાગજીભાઈ વાઢેરને ઝડપી લઈ તેના પાસેથી રૂ.150 કબ્જે કર્યા છે. જ્યારે શહેરના પાછળ તળાવ પાસે આવેલ તુલસી ટ્રાવેલ્સ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લેતો  સુનિલ ત્રિકમદાસ કેશવણીની ધરપકડ કરી તેના પાસેથી રૂ.200 કબ્જે કર્યા છે. આ ઉપરાંત દિગ્વિજય પ્લોટમાં આશાપુરા મંદિર પાસે જાહેરમાં એકી બેકીનો જુગાર રમતા મહેન્દ્ર દમજીભાઈ મંગે અને નીતિન જાદવજી માવની ધરપકડ કરી તેની પાસેથી રૂ.210 કબ્જે કર્યા છે.